વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાંથી હાફીજ બની ફારીગ થતા માથકિયા બશીરભાઈ હુસેનભાઇના પુત્ર હાફિઝ વસીમરઝા બશીરભાઈ માથકિયાને સનદ (ડિગ્રી) મળતા તેઓનુ સન્માન ફૂલહાર ગિફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું…
આમ હાફિઝ થવું તે નશીબદાર હોય તેને જ આ મોકો અવસર પ્રાપ્ત થતો હોય છે કારણ કે કુરઆને મજીદમાં ફરમાવેલ છે કે જે હાફીઝ હશે તે કયામતના દિવસે તેઓ 10 વ્યક્તિને જન્નતમાં સાથે લઈ જશે, અને “એવા 10 વ્યક્તિ કે જેના ઉપર જહનમ વાજીબ થઈ ગયેલ હશે” આમ ઘરમાં 01 વ્યક્તિ જો હાફીઝ હોઇ યા આલિમ હોય તો આખું ઘર જન્નતી થઈ જશે, અને હદીસ શરિફમાં છે કે 1 આલિમને અલ્લાહ પાક 400 વ્યક્તિની શફાઅત કરવાની ઈજાઝત અતા ફરમાવશે, તો સન્માન પ્રસંગે
હાજી ફતેહ મહંમદભાઈ ઈબ્રાહીમભાઇ, મૌલાના મહંમદ ઈસ્માઈલ સાહબ અકબરી પીપળીયારાજ, મૌલાના નજુદીન અકબરી, રબ્બાની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ લુણીશરીફ, અહેમદભાઈ એચ માથકિયા સામાજિક કાર્યકર પીપળીયારાજ, યુસુફભાઈ એ પરાસરા એસટીમાં ફરજ બજાવતા મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર જામનગર, તોસીફરઝા એફ માથકિયા, ગુલામભાઈ એફ માથકિયા, સાદિકભાઈ એફ માથકિયા રાજકોટ, ડોક્ટર ગુલામ જિલ્લાની પરાસરા જામનગર, ગુલામ મોહ્યુદ્દીન પરાસરા જામનગર, ગુલામ હુસેન અમીનભાઇ માથકીયા લુણીશરીફ, હાજી મુસ્તાકભાઈ એફ માથકિયા રાજકોટ, ગુલામ મુસ્તુફાભાઈ માથકીયા લુણીશરીફ, વગેરે દ્વારા વસીમરઝા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું…