લગભગ ત્રણ મહિના દરમીયાન અનેક વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું: ફરિયાદ હવે થઇ
વાંકાનેરમાં આરોગ્યનગરના ઇકો કારનો ચાલક ખોટી ઓળખ આપી ઠંડાપીણામાં નશીલો પદાર્થ ભેળવી અવાવરૂ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું, તેમજ મહિલાના બીભત્સ ફોટો વિડીયો વાયરલ કરવાની તેમજ પરિણીતા અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભોગ બનનાર પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રફીક ઈબ્રાહીમ શેખ રહે આરોગ્યનગર વાંકાનેરવાળો ઇકો કાર ચલાવે છે અને પરિણીતા ઈમિટેશનનું કામ કરતી હોય, જેથી વાંકાનેરથી અવારનવાર રાજકોટ જવાનું થતું હતું. આરોપી રફીક શેખની ઇકોમાં તેઓ રાજકોટ જતા હોય અને તા. ૦૧-૦૬-૨૦૨૩ થી ૨૫-૦૮-૨૦૨૩ લગભગ ત્રણ મહિના દરમીયાન અનેક વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું,
જેમાં ઇકો કારચાલકે પોતે રવિ ગઢવી હોવાની ઓળખ આપી અને વાતચીત કરી ૩ માસ પૂર્વે ઠંડુ પીવડાવ્યું હતું, નશીલા દ્રવ્ય ભેળવેલ ઠંડુ પીવડાવી પરિણીતાને અવાવરૂ જગ્યાએ લઇ લઈને દુષ્કર્મ આચર્યું હતું.
તેમજ બાદમાં અનેક વખત પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. યુવકે પરિણીતા બેભાન થઇ હોય ત્યારે બીભત્સ ફોટો વિડીયો ઉતારી લીધા હોય જે વાયરલ કરવાની ધમકી આપતો હતો અને પરિણીતાનું શોષણ કરતો હતો તેમજ પરિણીતાને અને તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. રાજકોટથી ઈકોમાં સાથે આવતા યુવકને માર પણ પડયો હતો.