કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કેમ લાઈટ જતી રહે છે કહીને વિજકર્મીને માર માર્યો

ટંકારામાં સરકારી હોસ્પિટલ પાછળના ભાગમાં આવેલ સીટી ફીડર નજીક પીજીવીસીએલના કર્મચારી પાસે બે શખ્સો બાઇક લઈને આવ્યા હતા અને “કેમ લાઈટ જતી રહે છે કાયમી હેરાનગતિ હોય છે” તેવું કહ્યું હતું ત્યારે વીજ કંપનીના કર્મચારીએ ફ્યુઝ બદલાવી નાખેલ છે તેવું કહેતા આરોપીઓને સારું નહીં

લાગતા તેને ગાળોને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાં પડેલ ૨૦૦ એમ્પીયરનો ફ્યુઝ ફરિયાદીને પીઠના ભાગે મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા પીજીવીસીએલના કર્મચારીએ બે શખ્સોની સામે એટ્રોસિટી, ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જિલ્લાના ભુપતગઢના રહેવાસી અને હાલમાં બેડી ગામે શંકરના મંદિર પાસે રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા મિથુનભાઈ રમેશભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૨૯)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમ હાસમભાઈ અબ્રાણી રહે. ટંકારા તથા એક અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે તે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ હેલ્પર તરીકે ફરજ બજાવે છે અને

ટંકારામાં સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં સીટી ફીડર પાસે હતા ત્યારે સલિમ હાસમભાઈ અબ્રાણી સહિત બે વ્યક્તિ બાઇક લઈને ત્યાં આવ્યા હતા અને “કેમ લાઈટ જતી રહે છે. કાયમી હેરાનગતિ હોય છે” તેવું કહેતા ફરિયાદીએ ફ્યુઝ બદલાવી નાખે છે તેમ કહ્યું હતું જે આરોપીઓને સારું નથી લાગતા તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સે ત્યાં પડેલ ૨૦૦ એમ્પીયરનો ફ્યુઝ ફરિયાદીને પીઠના

વાંકાનેર શહેરમાં 27 ધાર્મિક સ્થળો માટે નોટિસ

ભાગે માર્યો હતો તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી, ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!