ધ્રાગંધ્રા રૂટની બસના ડ્રાઇવર અને કંડક્ટરની પ્રમાણિકતા
વાંકાનેર એસ. ટી. ડેપો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ
વાંકાનેર: ધ્રાગંધ્રા ડેપોની રાજકોટ વાંકાનેર ધ્રાગંધ્રા રૂટની બસમાં પેસેન્જર પોતાનો મોબાઇલ ભૂલીને ઉતરી ગયો હતો જે બાદમાં ડ્રાયવર અને કંડક્ટરને હાથ લાગ્યો હતો. જે મોબાઈલ પરત આપી ડ્રાઈવર કંડકટરે પ્રમાણિકતા દાખવી છે. આજના સમયમાં પ્રામાણિકતા દાખવવી એ બધાના ગજાની વાત નથી. આવી જ એક ઘટના કુવાડવાથી સિંધાવદર સુધી બસમાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા તે ઉતારુનો મોબાઈલ બસમાં પડી ગયો હતો અને તે વ્યક્તિ સિંધાવદર આવતા ઉતરી ગયા હતા.
જો કે પેસેન્જર બસમાંથી ઉતરી જતાં રહ્યા હતા ત્યાં સુધી તેને મોબાઈલ પડી ગયાની ખબર પડી નહોતી, ત્યારે એસટીના મહિલા કંડકટરે ડ્રાઇવરને જાણ કરી હતી, અને મોબાઈલ માલિકને બોલાવી તેનો મોબાઈલ પરત કર્યો હતો.
ડ્રાઇવર એમ. એમ. રાણા અને કંડકટર સ્વીટીબેન મીરાણીએ પ્રમાણિકતાનું ઉદાહરણ દર્શાવ્યું છે.
વાંકાનેર એસ. ટી. ડેપો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ
વાંકાનેર ખાતે એસ.ટી. પરિવાર તથા નાથાણી વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા 25 ડીસે. ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. વાંકાનેર એસ. ટી. ડેપો દ્વારા કર્મચારી યુનિયનનાં પ્રમુખ જયુભાં જાડેજા તથા કર્મચારીઓ દ્વારા સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી એસ. ટી. ડેપો વાંકાનેર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુંં છે. રક્તદાન કરવા ઈચ્છુક લોકોએ એસ.ટી. ડેપો ખાતે આવવા જયૂભા જાડેજાએ આહ્વાન કર્યું છે.