સતાપર ગામની ઘટના
રાજકોટ: પંચાયત ચૂંટણીને તો હજી વાર છે, ત્યાં અત્યારથી જ ડખ્ખા શરૂ થઇ ગયા છે. વાંકાનેર તાલુકાના સતાપરમાં રહેતાં બાબુભાઇ પુંજાભાઈ સારેસા (ઉ.વ.૫૦)ને ગઈ કાલે સાંજે સાડા છએક વાગ્યે ગામમાં પાનની દુકાન પાસે ઉભા હતાં અને આ વખતે પોતાને સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવું છે તેવી વાત કરતાં હતાં ત્યારે કાના અરજણે ઉશ્કેરાઇ જઇ લાકડીથી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું છે…
બાબુભાઇ સારેસાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તૌફિકભાઈ, ધર્મેન્દ્રભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. બાબુભાઇ ખેત મજૂરી કરે છે. તેના કહેવા મુજબ હું ગામમાં કરિયાણાની દુકાન પાસે ઉભો રહી સરપંચની ચૂંટણીના ફોર્મ ભરવાની વાત કરતો હતો ત્યારે કાનાએ તારે કોઇ ફોર્મ ભરવાનું નથી કહી ઝઘડો કરી માર માર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે…