CHO અને FHW ની સરાહનીય કામગીરી
વાંકાનેર: આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા ફુલબાઈ સુગરીયા પચાયા (ઉમર વર્ષ-૨૪) ને ગઈ કાલે વહેલી સવારે પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના CHO અને FHW ની મદદથી આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકા ખાતે લાવવામાં આવેલ. જેમની આરોગ્ય તપાસ કરતા તેમનું HB ઘણું ઓછું હતું અને ૧૦૮ વાહનને ભારે વરસાદની પરિસ્થિતિને કારણે આવવામાં વાર લાગે તેમ હોવાથી અને
સગર્ભાબેનને લેબર પેઇન વધારે હોવાથી CHO સમા નઝમાબેન અને FHW પરાસરા ગુલશનબેન દ્વારા સફળ પ્રસુતિ કરવવામાં આવેલ અને માતા તથા બાળકની તબિયત સારી છે. વધુ સારવાર માટે વાંકાનેર ખાતે રીફર કરવામાં આવેલ. ચાલુ વરસાદે કયાંય જઇ શકાય તેમ ન હોય આવી કપરી પરિસ્થિતિમાં પીપળીયા રાજ પી.એચ.સી. હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના સમા નઝમાબેન સી.એચ.ઓ. અને ગુલશનબેન પરાસરાએ સફળ પ્રસુતી કરાવેલ તે બદલ તાલુકા હેલ્થ ઓફીસરે ઘન્યવાદ પાઠવેલ છે…