આર્યુવેદિક તબીબ દ્વારા મીઠાઈ વિતરણ
વાંકાનેર: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વાંકાનેર દ્રારા ચંદ્રપુર વિસ્તારમા ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડા, મીઠાઇ અને ફટાકડાની 80 કીટ વિતરણ કરીને તેમના ચહેરા પર ખુશી લાવીને મદદરૂપી દિપ પ્રગટાવવાનુ ઉમદા કાર્ય કરવામા આવ્યુ હતું…

આ કાર્યક્રમમા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો હરેશભાઈ માણસુરીયા, સુરેશભાઈ સાકરીયા, સિધ્ધરાજભાઈ ડાંગર તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આર્યુવેદિક તબીબ દ્વારા મીઠાઈ વિતરણ
સેવાના ભેખધારી તબીબ દ્વારા શહેર તથા પંથકમાં અનેક પ્રકારના સેવા કાર્યો કરી માનવતા મહેકાવી છે. ગૌશાળામાં ગૌમાતાની સેવા, નિરાધાર નિઃસહાય લોકો માટે ભોજનની વ્યવસ્થા શિયાળામાં જરૂરિયાત વાળા અને માનસિક રીતે અસ્થિર મગજના લોકો માટે દર વર્ષે
૧૦૦૦ ગરમ વસ્ત્રો તથા ધાબળા વિતરણ કરે છે. દર વર્ષે ગરીબ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરી દરેક દીકરીઓને ઘરવખરીનો તમામ કરિયાવર અર્પણ કરે છે. પક્ષીઓ માટે ચબુતરો બનાવી નિયમિત ચણ નાખવી , કૂતરાઓ માટે રોટલા , સ્મશાનમાં લાકડા પૂરા પડવાની સેવા પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે…
ડૉ. રાવલ દ્વારા સેવાકીય પ્રવૃતિઓના આયોજન માટે શ્રી વાસુકી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે જેના હેઠળ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ, અંતિમવાહિની , જરૂરિયાતમંદ બાળકો માટે ફી તેમજ યુનિફોર્મ , બટુકભોજન, નવરાત્રિના આયોજનમાં લહાણી જેવા અનેક સેવા કાર્યો કરી રહ્યા છે તેમજ વર્ષ દરમ્યાન આવતા દરેક તહેવારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો તહેવાર માણી શકે તે માટે કપડાં, ફટાકડા, મીઠાઈ વિતરણ કરી ભવનું ભાથું બાંધી રહ્યા છે…
દિવાળી તહેવાર નિમિત્તે ગરીબ પરિવારો મીઠાઈ અને ફરસાણ સાથે ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે ડૉ. રાવલે ૩૦૦ કિલો શુદ્ધ ઘી નો મોહન થાળ તેમજ ગાઠિયા, ચોળાફળી વિતરણ કરી હતી સાથે જ તમામ પરિવારના બાળકો માટે ગરમાગરમ નાસ્તો ખવડાવી નિર્દોષ બાળકોના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

