કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બોર્ડની પૂરક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન

આગામી તા.21મીથી હેલ્પલાઇન શરૂ કરાશે

વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024ની ધો.10ની પરીક્ષામાં એક, બે, અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેનારા

અને નાપાસ થયેલા ઉમેદવારો તેમજ સ્ટાન્ડર્ડ ગણિત(12) વિષયના પુથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.24/6થી શરૂ થનાર છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ

દ્વારા પરીક્ષાર્થીઓ માટે આગામી તા.21મીથી હેલ્પલાઇન શરૂ કરાશે જેમાં વિદ્યાર્થીઓને એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન અપાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.24થી શરૂ થતી પૂરક પરીક્ષા માટે બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના

નિરાકરણ માટે તા.21જૂનથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે, વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો માટે 18002335500 નંબર ડાયલ કરી માર્ગદર્શન મેળવી

શકશે, તા.4 જુલાઈ સુધી કાર્યરત રહેનાર આ હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન અપાશે તેમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!