કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સિંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ- હપ્તો : 4

સિંધાવદરના આથમણે ઝાંપે એક ઘર, એ ઘરમાં રાતનાં બાર પછી રોજ આગના ભડકા દેખાય

“રાણી ઉંદરડો ખાઈ અત્યારે ઊંઘે  છે…” દરબારીઓ આ સાંભળી સ્તબ્ધ થઇ ગયા. રાણી કોઈ દિવસ ઉંદરડો ખાય? 

ખાટલો ઢાળી હાજીયાણીમાંએ આવેલ મહેમાનને બેસાડી પાણી પાયું. અભરામદાદા ખેતરેથી આંટો મારી પાછા આવી ગયા. હાજીયાણીમાંએ સદરૂદીનબાવાની ઓળખાણ કરાવી. અભરામદાદા ગવરીદડ એક વર્ષ જ રહેલા. બીજા વર્ષે તેમના નાના ભાઈ મીમદાદાના દીકરા એટલે કે અભરામદાદાના ભત્રીજા ડોસાદાદા જે પીપળીયારાજ હતા, તે પણ કાકાના સથવારે સિંધાવદર રહેવા આવી ગયેલા. મક્કાશરીફથી પાછા આવતા આગબોટમાં સૌ સહપ્રવાસીને સદરૂદીનબાવા ઇસ્લામના ફર્ઝ, શરીયત અને અરકાનની હદીસો સંભળાવતા. હાજીયાણીમાં ધ્યાનથી સાંભળતા અને યાદ રાખતા. 

“નવા ઘરના વાસ્તામાં તમે સવા પાલીની લાપસી બનાવેલી, રાજકોટ ઠાકોર વાંકાનેર રાજમાં આવવાની રજા આપે તે માટે માનતા રાખેલી, તમે એકવાર તમારા ઘરે આવવાનો વાયદો મારી પાસેથી લીધેલો; એટલે મારે આવવું પડયું” સદરૂદીનબાવા બોલ્યા. 

હાજીયાણીમાંને નવાઈ લાગી. રાજકોટ ઠાકોર માટેની માનતાની વાત એમણે કોઈને કરી નહોતી, આમ છતાં બાવા જાણી ગયા. રાજકોટ ઠાકોરે આસાનીથી રજા આપવા પાછળ માંએ રાખેલી માનતા કારણભૂત હોવાનું અભરામદાદાને હવે સમજાયું. 

  સિંધાવદરના આથમણે ઝાંપે એક ઘર, કહે છે કે એ ઘરમાં રાતનાં બાર પછી રોજ આગના ભડકા દેખાય. કોઈ એકલદોકલની આંખનો આ ભ્રમ નહોતો. ગામ આખું આ ભડકા જોતું અને ડરતું. રાતના એ બાજુ હાલવાનું પણ લોકોએ બંધ કરેલું. ઈલાજ માટે ઘરધણીએ દમ કરેલું પાણી છાંટેલું. નારિયેળ ચારે ખૂણામાં ફેરવી જાણકારે કહ્યા પ્રમાણે ચાર રસ્તે મૂકેલું. મુબારક મનાતા કદમ ઘરમાં પડાવેલા. તાવીજ ટિંગાળેલા.ઘણા ઉપાય કરેલા પણ ભડકા બંધ ન થાય. આખરે ઘર ખાલી કરી બીજે રહેવા જતા રહેલા. એ ઘરમાં સદરૂદીનબાવાને રાતનો ઉતારો અપાયો, કે કદાચ ભડકા બંધ થઇ જાય. 

ભડકાની વાતથી અજાણ સદરૂદીનબાવાએ સવારે એટલું જ કહ્યું, “તમારે ભડકાની વાત મને કરવાની જરૂર હતી, એ તો સારું થયું કે હું વઝુમાં હતો, હવેથી ઘરમાં ભડકા નહીં થાય” 

લોકોએ ખાત્રી કરી, સાચે જ હવે ભડકા થતા બંધ થઈ ગયેલા. ઘરધણીને કાયમનું સુખ થઇ ગયું. મુબારક મનાતા કદમથી જે કામ નહોતું થયું તે કામ પાર પડયું. 

કચ્છના ભાયાત રાજા જશોદસિંહના રાણી બિમાર પડેલા. ઘણા ઈલાજ પછી પણ રોગ મટ્યો નહીં, કોઈ દરબારીએ આ માટે ફકીરવેશમાં રહેતા મૂળ કચ્છના વિંઝાણ ગામના સદરૂદીનબાવા પાસે ઈલાજ કરાવવા સૂચવ્યું. સદરૂદીનબાવાને દરબારમાં બોલાવવામાં આવ્યા. બાવાએ ઈલાજ માટે નાડી તપાસવી જરૂરી હોવાનું જણાવતા ઓઝલમાં રહેતા રાણીની નાડી તપાસવા દેવા બાબતે રાજા જશોદસિંહ મૂંઝાયા. વચલા રસ્તા તરીકે ભલે રાણી ખુદ સામે હાજર ન થાય પણ એમના કાંડે દોરી બાંધી તે દોરીનો એક છેડો સદરૂદીનબાવાને પકડાવવામાં આવ્યો. બાવા બોલ્યા, “રાણી ઉંદરડો ખાઈ અત્યારે ઊંઘે  છે…” 

દરબારીઓ આ સાંભળી સ્તબ્ધ થઇ ગયા, રાણી કોઈ દિવસ ઉંદરડો ખાય? જશોદસિંહે તપાસ કરી તો બીજો છેડો રાણીના કાંડે બાંધવાને બદલે બિલાડીના પગે બાંધેલો જોયો. ખાટસવાદિયાનું આ કામ હતું. બિલાડી ઊંઘતી હતી . બાવા સાચા ઠર્યા. દરબારને વધુ શ્રધ્ધા બંધાણી. રાણીના કાંડે દોરી બાંધી ઈલાજ થયો. રાણી સાજા થઈ  ગયા. જશોદસિંહને દીકરીઓ ખરી પણ દીકરા નહિં. આ માટે દરબારે બાવાને આજીજી કરી. બાવાએ શરત રાખી કે દીકરો થાય તો દીકરી મને આપવી. શરત કબૂલ રાખી. બાવાએ દુવા કરી. અલ્લાહની મરજીથી રાણીને દીકરો અવતરિયો. દરબાર એક દિવસ શિકારે જતા હતા, ત્યારે તેમના દીકરી નામે વિભાબાએ સાથે જવાની જીદ્દ પકડી. શિકારે જવાનું દીકરીનું કામ નહીં, દરબારે ના પાડતા વિભાબા દિવાલ ઉપર ચઢી “ચલ બેટા” કહેતા કહેવાય છે કે દિવાલ ચાલવા માંડી. દરબાર સમજી ગયા. દીકરીને હવે બાવાને સુપરદ કરવાનો સમય થઈ  ગયો છે. વિભાબાને બાવાને સોંપાયા. બાવાએ તેમને દીકરી બનાવેલા. આજે પણ જાડેજાના આ કટુંબના વરઘોડિયા વિભાબાની તુરબતે છેડાછોડી છોડવા આવે છે. કચ્છના અબડાસા તાલુકાના વિંઝાણ ગામે બાવા સાથે દીકરી વિભામાં અને અન્યોની તુરબત એક ઓટા પર સાથે સાથે છે. 

કાંટો કાઢવાનો ગણ કોઈ ભૂલે નહીં. સદરૂદીનબાવાએ તો પેળા દાદાના મક્કાશરીફમાં ઇન્તેકાલ પછી  માંને જોડિયા સુધી પહોંચાડેલા. પરહેઝગાર  સદરૂદીનબાવાની હાજીયાણીમાં, અભરામદાદા, ડોસાદાદા અને તેના કુટુંબીજનોએ બય્યત લીઘી. મુરીદ બન્યા. 

સદરૂદીનબાવા તો સિંધાવદરમાં બે દિવસ રોકાઈને જતા રહેલા પણ સમાજમાં ખળભળાટ મચી ગયો. નેવાના પાણી મોભે ચડાવવાના ક્રાંતિકારી આ પગલાં સામે ચળવળ જાગી. સગાવહાલા, આગેવાનોની સમઝાવટ અને દબાણો થયા. નાત બહાર મૂકવાની ધમકીઓ આવી. મઝહબના ખોટા ખોટા હવાલા દેવાયા. નવા પાડેલા આ ચીલા સામે ઘણા લોકોએ વહેવાર પણ કટ કર્યા. આ કુટુંબ આજથી બસ્સોએક વર્ષ પહેલાના માહોલ સામે પણ ઝૂક્યું નહીં, અડગ રહ્યું. બય્યત લેવા પાછળ એમને કોઈનો વિરોધ નહોતો. માત્ર સદરૂદીનબાવાની પરહેજગારીની અસર હતી. સદરૂદીનબાવામાં એમને સાચા વલીના- મકબુલ પીરના દિદાર જોયેલા. મહીકાનાં બાદી કુટુંબે પણ સદરૂદીનબાવાની  બય્યત લીધેલી. (ક્રમશ:) 

Content Copying Forbidden !!

error: Content is protected !!