વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી.-વાંકાનેર તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ-કેરાળા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગેલેક્સી રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ માર્ચ – 2023 માં પાસ થયેલ S.S.C/H.S.C/P.T.C/ડીપ્લોમાં/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ/B.ed/ સ્પેશિયલ & પ્રોફેશનલ ડીગ્રી, સ્પર્ધાત્મક પરીક્ષા કલાસ 1/2/3 માં પાસ તેમજ ગવર્મેન્ટ જોબ માટે પસંદગી પામેલ મોમીન સમાજના પ્રતિભાવંત વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તથા ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. ના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવામાં આવશે…
આ ગેલેક્સી રત્ન સમારંભ ડિસેમ્બર માસમાં ગોઠવવામાં આવવાનો હોય, જેથી ઉપરોક્ત લાયકાત ધરાવતા વિધાર્થીઓએ પોતાની માર્કશીટ સહિત જરૂરી આધાર પુરાવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થનાર તેમજ નોકરિયાતોએ પસંદગી/નિમણુકના આધારો સાથે ઓનલાઇન નીચે આપેલ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે…
https://forms.gle/D1zSxgWHGbG3Uc1C9