સાંસદે હોસ્પિટલની સુવિધાઓને ખુબ જ વખાણી
મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે: સાંસદ
વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી હોસ્પિટલ દ્વારા રાજ્યસભા સાંસદ તરીકે નિમણૂક પામેલ વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગેલેક્સી ગ્રુપના અબ્દુલભાઈ બાદી, લિયાકત બાદી અને ડોકટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ શિક્ષક સ્ટાફ, અને બેન્ક સ્ટાફ તેમજ સમગ્ર ગેલેક્સી પરિવાર દ્વારા રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાને ફુલ-હાર, તેમજ શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યસભાના સાંસદ દ્વારા ગેલેક્સી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કેસરીદેવસિહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે જે પારિવારિક નિભાવતા આવ્યા છીએ અને આવતા દિવસોમાં પણ સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે હું હર હંમેશ તેમની સાથે ઊભો રહીશ. હોસ્પિટલનું જાત નિરીક્ષણ કરી સુવિધાઓને ખુબ જ વખાણી હતી.