અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ

રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓને મે અને જુલાઈ, 2024માં રેલ્વે સેફ્ટી માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે…
એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં કનક સિંઘ (પોઈન્ટ્સમેન-મૂલી રોડ), લલિત કિશોર (પોઈન્ટ્સ મેન-લીલાપુર રોડ), દિનેશ આર યાદવ (ટ્રોલી મેન-રાજકોટ), ધર્મેન્દ્ર સિંહ (ગેટમેન-ગેટ નં 38)અને મનદીપસિંહ ઝાલા (સ્ટેશન માસ્તર-અમરસર)નો સમાવેશ થાય છે.
ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓ દ્વારા ટ્રેકની નજીક ટ્રેનમાં ધુમાડો જોવો, એન્જીનમાં લટકતા ભાગોને જોવું, પોઈન્ટ યોગ્ય રીતે સેટ ન થયેલો જોવું, વ્હીલમાં સ્પાર્કીંગ નોટીસ કરી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. આ રેલ્વે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર.સી.મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર સુનિલકુમાર ગુપ્તા અને ડિવિઝનલ એન્જિનિયર (પૂર્વ) નિખિલ વાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા…