જડેશ્વર રોડ પરની બાગાયત કચેરીએથી રોપા મળશે
સરકારશ્રીના બાગાયત ખાતા હસ્તકની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘર આંગણે તથા બાગાયતી પાકની ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે
બીલા, રાયણ, આંબલી, આમળા, જામફળ, કોઠા, ફાલસા, કરમદા, સેતુર કટકા કલમ, અંજીર કટકા કલમ,જાંબુના વગેરેના રોપાઓનુ વેચાણ ચાલુ છે. આ ઉપરાંત બાગાયતી પાક લગત તાંત્રીક તથા યોજનાકીય માર્ગદર્શન પુર પાડવામાં આવશે. આથી રસ ધરાવતા ખેડૂતોએ બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેંદ્ર, જડેશ્વર રોડ, દુધની ડેરી સામે, વાંકાનેર, જી:મોરબી કચેરીએ ૧૦:૩૦ થી ૫:૦૦ (જાહેર રજાના દિવસો સિવાય) દરમ્યાન ઉપરોક્ત ફળપાકના રોપાઓ મળી રહેશે. સંપર્ક: ૯૮૨૪૨૪૫૬૩૫
વધુ યોજનાની માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www. ikhedut.gujarat.gov.in વેબ સાઇટ પર જોવી