રાજકોટ રોડ પર આડશ ઉભી કરવા માટી નાખી દીધી !
વાંકાનેર: રસ્તા અને મકાન વિભાગ કેટલું સંવેદનહીન બની ગયું છે એનો નમૂનો વાંકાનેર- રાજકોટ રોડ પર સિંધાવદર પાસે રસ્તા રીપેરીંગના કામમાં જોવા મળી રહ્યો છે. આગળ રસ્તો બને છે એટલે આડશ ઉભી કરવા માટી રાખેલ છે જે સિંધાવદરથી ખીજડીયા જતા કે રાજકોટ જતા લોકોને રાત્રે દૂરથી દેખાતી નથી અને અકસ્માતના સંજોગો ઉભા થાય છે…





પગાર ખાતા અધિકારીઓને શું એટલી ખબર નહીં હોય કે ઝડપથી જતા વાહનને રાત્રે આવી માટી દેખાય નહીં? જો અકસ્માત થશે તો જવાબદારી કોની? અધિકારીઓને વાત નાની લગતી હશે, પણ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને પૂછો કે પછીની જિંદગી કેવી ગુજરાતી હોય છે? જરાક તો સંવેદનશીલ બનો અને વહેલી તકે શાઈનિંગ બોર્ડ મુકો, જેથી અકસ્માત થતા અટકે. લોકો જ્યાં શાઈનિંગ બોર્ડ ન મુકાય ત્યાં સુધી સજાગ રહે…
