કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જીનપરામાં એક સાથે 7 મકાનો તસ્કરોના નિશાને

વાંકાનેર: અહીં જીનપરા વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 7 જેટલા મકાનના તાળાં તોડ્યા છે અને ઘરમાંથી નાના મોટી ચોરી કરવામાં આવેલ છે. જે અંગેની સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને આરોપી સુધી પહોચવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે…

મળેલ માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ જીનપરા વિસ્તારમાં ગુરુવારની રાતે તસ્કરોનો તરખાટ મચાવી દીધો હતો અને એક સાથે 7 જેટલા મકાનોના તાળાં તોડવામાં આવેલ. તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવેલ છે જેથી કરીને જુદા જુદા મકાનમાંથી કેટલા મુદામાલની ચોરી કરવામાં આવેલ છે તેની કોઈ માહિતી સામે આવેલ નથી પરંતુ નાના મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ ચોરીના બનાવની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને આરોપી સુધી પહોચવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!