વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ
ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત કરેલ આ કાર્યક્રમમાં ગામના વહીવટદારશ્રી શેરસીયા નિઝામભાઈ તેમજ સગર્ભા બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ તથા દાતાશ્રી દ્વારા સગર્ભા બહેનોને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરેલ હતું….