ટંકારા પોલીસે અરજદારોની ખોવાયેલ રકમ શોધી પરત આપી
ટંકારા: મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસમાં પોષણ અભિયાન અને પૂર્ણ યોજના અંતગર્ત ચાર મંગળ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચાલુ માસનો ચોથો મંગળ દિવસ પૂર્ણા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. 

ટંકારા, લજાઇ, ધ્રુવનગર, વિરપર આવા. કેન્દ્રના અંદાજે ૨૫ કિશોરી, ૧૦ કાર્યકર, લજાઇ સેવા મુખ્ય સેવિકા, જીલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ, એનએનએમ બીસી દ્વારા મુલાકાત લેતા ટંકારા પોલીસ સ્ટેશન એએસઆઇ ચેતનભાઇ, ગૌરવભાઇ ગઢવી, રવિરાજસિંહ ઝાલા દ્વારા પીએસઓ, લોકઅપ વાયરલેસ ઓફિસ વગેરેની મુલાકાત કરાવી તેનો ઉપયોગ વિશે જાગૃતિ આપેલ અને સોશિયલ મિડિયામાં થતા સાઇબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ટંકારા પોલીસે અરજદારોની ખોવાયેલ રકમ શોધી પરત આપી
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ ગામના અરજદાર ગોવિંદભાઈ લાખાભાઈ ગોહિલ ખીજડીયા ચોકડીએ કામ અર્થે ગયા હતા ત્યારે પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રૂ ૧૫,૫૦૦ પડી ગયા હતા જે અંગે પોલીસ મથકમાં જાણ કરતા ટંકારા પોલીસ ટીમે 
બનાવ સ્થળે આજુબાજુમાં તપાસ કરી હતી દુકાનો, પાનના ગલ્લા અને પસાર થતા લોકોની પૂછપરછ કરી સઘન તપાસ કરતા અરજદારનું ખોવાયેલ પાકીટ, રોકડ રૂપિયા અને અસલી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા જેથી ટંકારા પોલીસે અરજદારને રોકડ રૂ ૧૫,૫૦૦ પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી..

