કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિજ પ્રશ્નો નહીં ઉકેલાય તો જલદ આંદોલનની ચિમકી

વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો તથા ખેડૂતોને પીજીવીસીએલ તરફથી પડતી હાલાકી તેમજ વિવિધ વિજ પ્રશ્નો બાબતે વાંકાનેર કોંગ્રેસ ટીમ દ્વારા પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ નહીં કરાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.


આ તકે કોંગ્રેસ દ્વારા વાંકાનેર વિસ્તારના પીજીવીસીએલ તરફથી ઢીલી પ્રિમોન્સુન કામગીરી, કર્મચારીઓની ઓછી સંખ્યા, ફોલ્ટ રીપેરીંગમાં કચાસ, મોડા કનેકશન આપવા, ખેડૂતોને વિજ જોડાણ આપવા આનાકાની, સુર્યોદય યોજના, ખેડૂતોને દિવસે વિજળી આપવી, રીપેરીંગ સ્ટાફની ઉણપ, ફરિયાદ માટે ફોન રિસિવ ન કરવા સહિતની સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

આ તકે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, ઈસ્માઈલભાઈ બાદી, જશુભાઈ ગોહિલ, આબીદ ગઢવાળા, ફારૂકભાઈ કડીવાર, ડો. રૂકમુદ્દીન માથકીયા, એહમદભાઈ માથકીયા, ગિરિરાજસિંહ ઝાલા, ઉસ્માનભાઈ માથકીયા, ઉસ્માનભાઈ મરડીયા, હનીફ શેરસીયા, હુસેનભાઈ શેરસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!