અમદાવાદ: ખુલ્લા બોરવેલનો મુદ્દો ઉઠતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે રાજ્યનાં ગામોનાં તમામ તલાટીઓએ સર્ટી આપવું પડશે કે તેમના ગામમાં ખુલ્લો બોરવેલ નથી. જો ગામમા ખુલ્લો બોરવેલ હશે તો થશે તલાટી સામે કેસ થશે. હવેથી ખુલ્લા
બોરવેલમાં બાળક પડશે અને જો તેનું મૃત્યુ થશે તો રાજ્ય સરકાર ગામના તલાટી સામે કાર્યવાહી કરશે. રાજ્યનાં 18 હજારથી વધારે ગામોમાં જો ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે પણ કેસ થશે અને તમામ તલાટીઓએ એવું સર્ટિફિકેટ આપવું પડશે કે તેમની નોકરી જે
ગામમાં છે તે ગામમાં કોઈ પણ બોરવેલ ખુલ્લો નથી. રાજ્ય સરકારે પરિપત્ર કરીને તમામ તલાટીઓને સાવચેત કર્યા છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને પણ પરિપત્રની નકલ મોકલી આપી છે. છેલ્લા કેટલાક મહિનાથી બોરવેલમાં બાળકો પડવાના
બનાવો બાદ સરકાર એક્શનમાં આવી છે અને તમામ તલાટીઓને પરિપત્ર કરીને કહ્યું છે કે ખુલ્લા બોરવેલ બંધ કરાવો. હવેથી જો ગામમાં ખુલ્લો બોરવેલ હશે તો તે માટે તલાટી જવાબદાર ગણાશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ખુલ્લા બોરવેલ રાખનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.