અગાઉની જેમ હવે તમામ માલિકોની સહમતીની જરૂર રહેશે નહીં
માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગતા જવાબ મળ્યો
ભુજ: સંદેશ દૈનિકનો અહેવાલ હણાવે છે કે કચ્છમાં ખેતીની જમીનના ૭/૧૨ અંતર્ગત ગમે તેટલા નામ હોય તો પણ દરેક વ્યક્તિ પોતાના ભાગની જમીન વેચવા માટે સ્વતંત્ર છે અને તેણે અન્ય કોઇ વ્યક્તિની સંમતિ લેવાની જરૂર રહેતી ન હોવાનું જાણવા મળ્યું છે.


આ અંગે ભારતીય માહિતી અધિકાર પ્રચાર પ્રસાર સંઘનાં અધ્યક્ષ એમ.એ.બાવાએ જણાવ્યું હતું કે, કચ્છમાં હાલ ૭/૧૨માં ૧૦ થી ૧૫ જણા અથવા તો ૨થી ૫ જણા હોય તેવી જમીન જ્યારે વેચવી હોય ત્યારે તમામ જમીન માલિકોને હાજર રાખવા પડે છે અથવા તો તેમની સંમતિ લેવી પડે છે. જોકે, હાલમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી મેળવતાં જાણવા મળ્યું હતું કે,



ગુજરાત નોંધણી અધિનિયમ કલમ ૧૮૮૨ની કલમ ૪૪ પ્રમાણે જમીનના ૭/૧૨માં ૨થી ૫ કે ૧૦ નામ હોય તો પણ ૧ કે ૨ વ્યક્તિ પોતાના વ. વ.હિસ્સાની જમીનનું વેચાણ કરી શકશે. જે માટે અન્ય ખાતેદારોની સહમતીની જરૂર નથી, કે કોઇપણ પરવાનગીની જરૂર રહેતી નથી. જેના દસ્તાવેજની નોંધણી પણ થઇ શકે છે અને ઇ-ધરા મામલતદાર તે વેચાણની નોંધ દાખલ કરવાની કાયદસેરની ફરજ છે તેથી ગુજરાત નોંધણી અધિનિયમ ૧૮૮૨ની વ.વ.હિસ્સાની જમીન વેચાણ કરી શકશે અને તે માટે અન્ય ખાતેદારોની સહમતીની જરૂર રહેતી નહીં હોવાનું જણાવ્યું હતું.
