સાંજે 5 વાગે એઆઈસીસીના સેક્રેટરી મોરબી આવશે
વાંકાનેર: એ.આઈ.સી.સીના સેક્રેટરી બી એમ સંદીપ મોરબી પધારી રહ્યા છે જે અનુસંધાને તા. ૨૦ ને બુધવારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની મીટીંગ યોજાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચના અનુસાર એ.આઈ.સી.સી સેક્રેટરી બી એમ સંદીપ મોરબી જીલ્લાની મુલાકાત આવી રહ્યા છે જેઓના અધ્યક્ષસ્થાને મોરબી જીલ્લા કોંગ્રેસની મીટીંગ તા. ૨૦ ને બુધવારે સાંજે ૫ કલાકે સર્કીટ હાઉસ મોરબી ખાતે મળશે જે મીટીંગમાં જીલ્લા કોંગ્રેસના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.