કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આંબેડકરનગરમાં ઇંટના ઘા મારતા ઈજાગ્રસ્ત સારવારમાં

મિલપ્લોટ ચોકના શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો

વાંકાનેર: આંબેડકરનગરમાં બે જણાએ એક શખ્સ પર ઇંટના ઘા મારી ઇજા કર્યાની ફરિયાદ થઇ છે. બનાવ બનવાનુ કારણ એ છે કે ફરિયાદીના દાદા દીવાળી ઉપર ગુજરી ગયેલ હતા, આ વખતે પોતાના ઘ૨ પાસે ફટાકડા ફોડવાની ના પાડતા તેનો રોષ રાખી ઘટના બનેલ છે.

જાણવા મળ્યા મુજબ છુટક અલગ-અલગ કારખાનામાં સફાઈકામ કરનાર જીવણભાઈ ભરતભાઈ રાઠોડ /અનુ.જાતી (ઉ.વ. ૨૦) રહે. કુંભારપરા આંબેડકરનગર શેરી નં ૦૫ વાંકાનેર વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે તા.૨૧/૦૬/૨૦૨૪ ના રાત્રીના આંબેડકરનગર શેરી નં ૦૫ માં દક્ષાબેન ચાવડાની પાન-માવાની દુકાન બહાર આવેલ ઓટા ઉપર પોતે બેઠો હતો, ત્યારે

આંબેડકરનગરમાં રહેતા પ્રભાતભાઈ નરેશભાઈ સોલંકીએ ‘મારી સામે આંખો કાઢી કેમ સામુ જોવે છે?’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપેલ, જેથી ફરિયાદી ત્યાથી નીકળી આગળ જતો રહેલ અને મનુ વિપુલભાઈ રાઠોડ મોટરસાયકલ લઈને આવતા ફરિયાદી તેમની સાથે બેસી આગળ જતા હતા, ત્યારે પાછળથી પ્રભાતભાઈ નરેશભાઈ સોલંકી તથા ગુગો કનુભાઈ સોલંકી બંન્ને જણા

રહે. આંબેડકરનગર શેરી નં ૦૫ વાળા તેનું મોટરસાયકલ લઈ આવેલ અને જેમ ફાવે તેમ બોલાચાલી કરી તેમ ગાળો બોલવા લાગેલ. પ્રતિકાર કરતા પ્રભાતભાઈ સોલંકીએ ત્યા બાજુમાં રોડ ઉપર પડેલ ઇંટ ઉપાડી ફરિયાદીના માથામાં બે ઘા મારેલ. મનુભાઈ તથા એક અજાણ્યો ભાઈ ઇજાગ્રસ્તને બાઇકમાં બેસાડીને વાંકાનેર સરકારી દવાખાને અને પછી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરતા એમ્બ્યુલન્સમાં ફરિયાદીના માતા મીનાબેન ભરતભાઈ રાઠોડ તથા કાકા સુનિલભાઈ કેશાભાઈ રાઠોડ તથા મોટાબાપુનો દિકરો કુલદિપભાઈ દેવજીભાઈ રાઠોડ બધા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયેલ છે.

મિલપ્લોટ ચોકના શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો

જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા (ઉ.વ.36) વાંકાનેર મિલપ્લોટ ચોક વાળા પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ આધાર વગર શીલબંધ બોટલ નંગ-૦૧ મળી આવતા કિંમત રૂ.૩૭૫/- ગણીને કબ્જે કરેલ છે અને ગુન્હો-પ્રોહી.એકટ કલમ-૬૫એ, ૧૧૬ બી મુજબ આગળની કાર્યવાહી કરેલ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!