વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે ઘરવાળીએ ચીજવસ્તુ લેવા માટે પતિ પાસે પૈસા માંગતા લાકડીથી માર માર્યાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે…
જાણવા મળ્યા મુજબ પંચાસીયા ચમારવાસમાં રહેતા મનીષાબેન દિલીપભાઇ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ-૨૯)એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરા તથા એક દિકરી છે. મારા લગ્ન આજથી દશેક વર્ષ પહેલા થયેલ છે. મારા પતિ કોન્ટ્રાકટરનુ કામ કરે છે.
ગઇ તા-૦૧/૦૫/૨૦૨૫ ના સવારના ઘરની ચીજવસ્તુ લેવા માટે મારી પાસે પૈસા ન હોય જેથી મે મારા પતિ પાસે પૈસા માંગતા 
મને ગાળો દેવા લાગેલ અને ઘરમા પડેલ લાકડી લઈ મને ડાબા હાથ, જમણા પગ તથા કમરના ભાગે મારવા લાગેલ અને કહેવા લાગેલ કે ‘અહીંથી જતી રહે’ જેથી હુ મારા ઘરની બહાર નીકળી ગયેલ અને મારી પાછળ મારા પતિ આવી કહેવા લાગેલ કે ‘અહી રહીશ તો જાનથી મારી નાખીશ’ તેમ કહેવા લાગેલ, જેથી ત્યાં શેરીમાં રહેતા અમારા પડોસી હેતલબેન રામભાઇ રબારી તથા શીતલબેન નીતેશભાઇ દેવીપુજક 
શેરીમાં ભેગા થઇ ગયેલ હતા, ત્યારબાદ મેં આ બનાવ બાબતે મારા પિતા રવજીભાઇને તથા મારા મોટોભાઇ પ્રફુલભાઈને ફોનથી વાત કરેલ અને ત્યાર બાદ ૧૮૧ તથા ૧૦૮ માં ફોન કરેલ આથી ૧૦૮ એમ્બ્યુલન્સ ત્યાં આવેલ, તેમાં હું મારા બાળકો સાથે વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં આવેલ, આ દરમ્યાન મારા પિતા તથા મારા ભાઈ તથા મારા માતા હંસાબેન પણ હોસ્પીટલે આવી ગયેલ, તે દરમ્યાનમાં 
મારા પતિ પણ હોસ્પીટલે આવી મારા પિતા તથા ભાઇને કહેવા લાગેલ કે ‘તમે અહીં શુ કામ આવેલ છો?’ તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ હતા, જેથી મારા ભાઇએ ૧૦૦ નંબરમાં ફોન કરેલ, જે મારા પતિને તેમાં લઇ ગયેલ હતા, હું મારા પિતાની સાથે તેઓના ઘરે મહીકા તા.જી. રાજકોટ જતી રહેલ હતી અને ડોકટર સાહેબે મને એક્ષ-રે કરવા જણાવેલ હોય જેથી આજરોજ હું મારા પિતા તથા ભાઇ સાથે વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે તેમજ હરીઓમ ઓર્થોપેડીક હોસ્પીટલ વાંકાનેર ખાતે એક્ષ-રે કરાવી બાદ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ફરીયાદ કરવા આવેલ છું. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
પ્રક્રિયા અધૂરી છોડશો નહીં
