વાંકાનેર: રસ્તામા ચાલવા બાબતે ઝઘડામાં વચ્ચે પડેલ માણસોને છરી પકડવા જતા હાથની હથેળીમાં છરકો થયેલ થઈ ગયાની ફરિયાદ થઇ છે…
વાંકાનેર જીનપરા જુના ચંદ્રપુર રોડ કબીર પાર્ટી પ્લોટની સામે રહેતા જીતેશભાઇ વાલજીભાઈ ધરજીયા (ઉ.વ.૩૭) ફરીયાદ લખાવેલ છે કે, ગઈ તા.૦૨/૧૧/૨૦૨૪ ના સાંજના પોતાની વાડીએ કામ કરતા જયેશભાઇ દીનેશભાઇ સોમાણીનો ફોન આવેલ કે
જીનપરા મેઇન રોડમાં એક માણસે મારેલ છે, જેથી ફરિયાદી તથા તેમનો નાનો ભાઇ જેશીગભાઇ વાલજીભાઈ ધરજીયા અને મજુર હરેશભાઇ મુકેશભાઇ રૂદાતલા ત્રણેય જણા જીનપરા રામજી મંદરી પાસે આવેલ, ત્યા વાંકાનેર જીનપરામાં રહેતો રફીકભાઇ જુમાભાઇ મજુર જયેશભાઇ સોમાણીને મારવા માટે દોડેલ જેથી અમો ઝગડો નહી કરવા સમજાવવા જતા તેના પાસે રહેલ છરી કાઢીને
જયેશભાઇને મારવા માટે દોડેલ જેથી અમો વચ્ચે પડીને આ રફીકભાઇને પકડી લીધેલ તેના હાથમા રહેલ છરી લેવા જતા ફરિયાદીને, ભાઇ જેસીગભાઇ અને મજુર હરેશભાઇ રૂદાતલાને હાથની આંગળીમાં વાગેલ છે ત્યા માણસો ભેગા થઇ જતા આ રફીકભાઈ જુમાભાઇ મારી નાખવાની ધમકી આપી ગાળો બોલતો બોલતો ત્યાથી જતો રહેલ અને અમો વાંકાનેર સરકારી હોસ્પીટલમા સારવારમા ગયેલ. અમારે
સમાધાનની વાતચીત ચાલુ હોય જેથી ફરીયાદ કરેલ ન હોય અને અમારે આ મારામારી બાબતે સમાધાન થયેલ ન હોય રફીકભાઇ જુમાભાઈ જીનપરા વાળા વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ ૧૧૫(૨) ૩૫૨, ૩૫૧( ૨-૩) જી.પી.એકટ ક.૧૩૫ અને જીલ્લા મેજી.શ્રી મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…