રાજસ્થળીના શખ્સનું સર્પાકારે મોટર સાયકલ ચલાવતા જપ્ત
વાંકાનેર: તાલુકા કરણી સેના ટીમ તરફથી મળેલ યાદી મુજબ તેમના સહયોગથી અને વાંકાનેર કરણી સેના તાલુકા પ્રમુખ પદુભા ઝાલા, વાંકાનેર કરણી સેના પ્રભારી રાજેન્દ્રસિંહ ઝાલા (રાજભા) ની મદદથી 


એક પરપ્રાંતીય પરિવારની છોકરીને બ્લેમમેઇલ કરતા છોકરાને કાયદાનું ભાન કરાવી અડધી રાત્રે પોલીસે સ્ટેશને જઈને છોકરી તથા તેમના પરિવારને રૂબરૂ મળી આશ્વાસન આપી પરપ્રાંતીય પરિવારને સુરક્ષાની ખાતરી આપી તેમજ સમસ્યાનો સુખદ અંત લાવ્યા….


રાજસ્થળીના શખ્સનું સર્પાકારે મોટર સાયકલ ચલાવતા જપ્ત:
રાજસ્થળીના મહેશભાઇ ઉર્ફે દામજી કરશનભાઇ ડાભી (25) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પાડ઼ધરા પુલના છેડે રોડ ઉપર મોટર સાયકલ ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળું હોન્ડા સાઇન મોટર સાયકલ રજી. નંબર જી.જે. ૧૩ બી.સી. ૧૧૭૮ કી.રૂ.૩૫,૦૦ ૦ વાળું જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩, ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬ ૧ બી મુજબ નોંધાયો છે…


અંધારામાં લપાતો છુપાતો:
હાલ રાતાવીરડા સીમ, મુળ ગામ ઢેઢુકી તા વીંછીયા, ગામ, રાતાવીરડા, તા. વાંકાનેર વાળા પપ્પુભાઈ ઇભુભાઈ જખાણીયા (33) મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો સરતાનપર રોડ સૅનસો ચોકડી પાસે આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી પી એકટ કલમ ૧૨૨ સી મુજબ નોંધાયો છે..
