ટંકારા તાલુકાના ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા પરિવારની એક નાની બાળકી દવા પી જતા સારવારમાં છે.





મળતી માહિતી મુજબ ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા આશાબેન અમરશીભાઈ ચૌહાણ નામની નવ માસની બાળકી રમતા રમતા કોઈ અજાણી દવા પી જતા તેણીને સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

