કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પીપળીયારાજ મદ્રેસામાં યૌમે આઝાદીની ઉજવણી

દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાં આઝાદી વિશે અરબીમાં પ્રવચન અપાયું

વાંકાનેર: આજ રોજ 78 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે તાલુકાના દારૂલ ઉલુમ ગૌષે સમદાની મુકામે ગરીબ નવાઝ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા તથા મશાયખી પ્રાથમિક શાળા દ્વારા સ્વાતંત્ર્ય દિનની શાનૌ-શૌકતથી ઉજવણી કરવામાં આવી. તેમાં અતિથિ વિશેષ મહેમાન જિલ્લા પંચાયત મોરબી માજી સદસ્ય યુસુફભાઈ શેરશીયા તથા સંસ્થાના પ્રમુખ ચૌધરી આહમદહાજીસાહેબનાં વરદ હસ્તે તિરંગો ફરકાવ્યો.
આ કાર્યક્રમમાં સંસ્થાનાં ઉપપ્રમુખ, ટ્રસ્ટીગણ, સામાજિક તથા રાજકીય આગેવાનો, ઉસ્માનગનીભાઇ દેકાવાડીયા માજી સરપંચ, મહેબૂબભાઈ માજી સરપંચ, એજાઝબાપુ કાદરી મંત્રી સાહેબ પી.રાજ, યુનૂસભાઇ સદસ્ય તાલુકા પંચાયત, હુસેનભાઇ માજી સરપંચ, ઈસ્માઈલભાઈ આલમ સરપંચ વાલાસણ, ઉસ્માનગનીભાઈ શેરસિયા કણકોટ, ડોક્ટર ઈમ્તિયાઝ સાહેબ કડીવાર, ઇબ્રાહીમભાઈ માજી વાયુસૈનિક વગેરે તેમજ વાલીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.


આ રાષ્ટ્રીય પર્વમાં સંસ્થાનાં બાળકો શેરશીયા તુફેલ અહેમદ દ્વારા કુરઆને કરીમની તિલાવત કરીને કાર્યક્રમની શરૂઆત કરેલ, ત્યાર બાદ સૈયદ ફરીદુદીન બાપુએ હમ્દે બારી તઆલા, સૈયદ શાહનવાઝ બાપુએ નાતે પાક પઢી, અલ્ફેશાની, ગુલામમોયુદીન, અયાન આ ત્રણેય બાળકોએ સાથે મળીને “સારે જહાસે અચ્છા’ ગીત રજુ કર્યું, મોહમદ સાહિલે ક્રાંતિકારી હઝરત ટીપુ સુલતાન, સુફિયાને અલ્લામા સૈય્યદ કિફાયત અલી કાફીની શહાદત તથા સફ્વાને આઝાદીમાં મુસ્લિમોનો ફાળો, મોહમદસમીરે અગ્રેજીમાં, અહમદરઝાએ અરબીમા અને આફતાબે ઉર્દુમાં આઝાદી વિશે પ્રવચન આપ્યું. અંતમાં અમાન દ્વારા સલાતો સલામ પઢવામાં આવી.


યુસુફભાઈ શેરશીયાએ મુસ્લિમ સમાજના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે બાબત ઉપર ખાસ ભાર મુક્યો હતો તથા સામાજિક કાર્યકર ઉસ્માનગની શેરસીયા દ્વારા સાચી આઝાદી કોને કહેવાય તેના વિશે સમજાવ્યું હતું.

મેસરીયા નજીકથી રેતીચોરી કરતા ત્રણ ટ્રક ઝડપ્યા
સંસ્થાનાં નાઝીમે આલા મોહંમદ અમીન સાહેબ અકબરીએ દેશ માટે અમનો-શાંતિ અને વિકાસ માટે દુઆ કરી. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીને સફળ બનાવવામાં સંસ્થાનાં ઓલમા એ કીરામ, શિક્ષક ગણ અને શાળાનો વિધાર્થી આગરીયા સાહિલ અને શાળાનાં શિક્ષક કડીવાર ફૈઝુલ સાહેબ દ્વારા સરસ એન્કરીગ કરવામાં આવ્યું ત્યારબાદ ઇનામ વિતરણ કરી સ્વાતંત્ર્ય પર્વને સફળ બનાવ્યો.

અરબીમાં પ્રવચન આપનાર જનાબ અહમદરઝાને કમલ સુવાસ ન્યુઝ તરફથી ખાસ અભિનંદન !

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!