વાંકાનેર: આજ રોજ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ, જેમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ ત્રણ વિભાગમાં યોજવામાં આવેલ; આ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વ ભાગ લીધેલ અને દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ…
વિદ્યાર્થીઓને તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળાના આચાર્યશ્રી આદ્રોજા જીગ્નેશભાઈ અને શ્રી મકતાનપર પ્રા.શાળાના શિક્ષકશ્રી બાવરવા નરેન્દ્રભાઈ દ્વારા ઈનામ તેમજ ફૂલ સ્કેપના ચોપડા આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ….
તેમજ બાળવાર્તા સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને અને માર્ગદર્શક શિક્ષકશ્રી ને જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી. તેમજ શ્રી રાજગઢ પ્રા.શાળાના આચાર્યશ્રી ચૌધરી રાકેશભાઈ ડી અને શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ મોટી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફર બનાવવામાં આવેલ…