ભવ્ય શોભાયાત્રા નિકળશે: ધારાસભ્ય સોમાણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ
વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમીતી દ્વારા આગામી જન્માષ્ટમી તથા ગણપતી ઉત્સવની ધામધુમથી ઉજવણી તેમજ શોભાયાત્રા અંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને અત્રેના ટાઉનહોલ ખાતે ધર્મશાળા બેઠક મળી હતી. આ ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત કૃષ્ણભકતો તથા ગણપતી પંડાલના સંચાલકો સહીત માલધારી ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતાં. ધર્મસભામાં આગામી જન્માષ્ટમી તેમજ ગણેશજીની ભવ્ય શોભાયાત્રા રોશની તથા ફલોટ સુશોભીત સહીતના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સંતો મહંતો દ્વારા જરૂરી માર્ગદર્શિત આપવામાં આવેલ હતું….


આ તકે રઘુનાથજી મંદિરના ગાદીપતિ ભરતદાસજી મહારાજ ગાયત્રીશકિત પીઠના મહંત અશ્ર્વિનબાપુ રાવલ, રેવાદાસભાઈ હરીયાણી, ખુશાલગીરી ગોસ્વામી રોસરીયા જગ્યા મહંત તેમજ ફળેશ્ર્વર મહાદેવ જગ્યામાં મહંત વિશાલબાપુ પટેલ તથા રાકેશ મહારાજ સહીતના સંતો મહંતોએ શોભાયાત્રામાં ઉમટી પડવા હાકલ કરી હતી. આ ધર્મસભાને ગણેશઉત્સવ તથા જન્માષ્ટમી ઉત્સવ સમીતીના પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવેલ કે આગામી તા.28 ના રોજ દિવાનપરા ખાતે લોહાણા મહાજન વાડી સામે આવેલ પંચેરા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રોકત વિધી કરી પ્રસ્થાન શોભાયાત્રા થશે, તો દરેક ઠાકર ભકતો કૃષ્ણભકત હિન્દુ ઓને ઉમટી પડવા હાકલ કરી હતી.
