વાંકાનેર: અહીં હાઇવે પરના જીનપરા જકાતનાકા પાસેથી પોલીસ ખાતાને સ્વીફટ કારમાં દેશી દારૂ મળી આવતા કાર્યવાહી કરેલ છે.
જાણવા મળ્યા મુજબ જીનપરા જકાતનાકા પાસે બાતમીના આધારે પોલીસ સ્ટાફ તપાસમા હતો તે દરમ્યાન બાઉન્ટ્રી નેશનલ હાઈવે તરફથી એક સ્વીફટ ગાડી નંબર-7153 આવતા રાહુલભાઈ ભુપતભાઈ ગાબુ જાતે-કોળી (ઉ.વ.૨૪) રહે. સાલખડા તા.ચોટીલા વાળની ધરપકડ કરી છે અને
પ્લાસ્ટીકના બાચકા નંગ-૧૪ કુલ બુંગીયા નંગ-૭૦ કુલ દેશી દારૂ લીટર-૩૫૦ કી.રૂ.૭૦૦૦/- અને મારૂતી સુજુકી કંપનીની સ્વીફટ કાર કી.રૂ. ૧૫૦,૦૦૦/- કબ્જે કરેલ છે
પ્રોહિ એકટ કલમ ૬૫ ઈ, ૯૮(૨) મુજબનો ગુન્હો નોંધી પો.હેડ.કોન્સ. વાંકાનેર સીટી પોલીસ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પો. હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.કોન્સ. ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા, દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો