શુભેચ્છકો બે-સબરીથી ઇન્તજાર કરી રહ્યા છે કે ક્યારે ફોન આવે અને ક્યારે અમે ફટાકડા ફોડીએ
ગુજરાતની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે 12 ડિસેમ્બર 2012ના રોજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના મોવડી મંડળે ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોને સ્થાન આપવું તે અંગે ગઈ કાલે 5 કલાક ચાલેલી બેઠકમાં ચર્ચા-વિચારણા કરી હતી. મંત્રી મંડળના નામ ઉપર જોકે મહોર લાગી ચૂકી છે. ભુપેન્દ્ર પટેલના કેબિનેટમાં સામેલ કરવામાં આવનારા નામો અંગે હજુ પણ સસ્પેન્સ છે. ભુપેન્દ્ર સરકારની કેબિનેટમાં ૨૦થી ૨૨ ધારાસભ્યોને સ્થાન મળી શકે છે, જેમાંથી નવને કેબિનેટ અને બાકીનાને રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાને આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે.
આ દરમિયાન ઘણા બધા નામો પણ સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓ સામેલ કરવામાં આવી શકે છે. નવા મંત્રીમંડળમાં જેમનો પણ સમાવેશ કરવામાં આવનાર છે, તે ધારાસભ્યોને રવિવાર રાતથી જ ફોન કરી જાણ કરવામાં આવી શકે છે. જીતુ સોમાણીના ચાહકોમાં આશા છે કે તેમને પણ પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવશે. તેમના શુભેચ્છકો બે-સબરીથી ઇન્તજાર કરી રહ્યા છે કે ક્યારે ફોન આવે અને ક્યારે અમે ફટાકડા ફોડીએ. સામાજિક અને ભૌગોલિક દ્રષ્ટિએ જીતુ સોમાણીના ચાહકોમાં આશા જાગી છે કે તેમનો કદાચ ચાન્સ લાગી જાય. આ અગાઉ વાંકાનેરમાંથી એક માત્ર અમિયલભાઈ બાદીને જ મિનિસ્ટર બનેલ હતા. મોદી અને શાહની જોડી ચોંકાવનારા નિર્ણયો લેવા માટે પ્રખ્યાત છે, ત્યારે હવે જોવું રહ્યું કે આગળ ઉપર શું થાય છે. જીતુ સોમાણીને રાજ્ય કક્ષાના મઁત્રી બનાવવામાં આવે છે કે કેમ અને જો બનાવવામાં આવે તો ક્યુ ખાતું આપવામાં આવે છે.