ઝૂંપડપટ્ટી તેમજ ગરીબ વિસ્તારમાં બાળકોને ભાવતા ભોજન કરાવાયા
પ્રસૂતા મહિલાઓને શીરો ખવડાવવાનું ભગીરથ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે
વાંકાનેર: સામાન્ય રીતે લોકો જન્મ દિવસે નાની મોટી પાર્ટીઓ ગોઠવે ફિલ્મ જોવાનું આયોજન કરે હરવા ફરવા જવાનું આયોજન કરે તેમજ સારી હોટેલમાં જમવા જવાના આયોજનો કરતાં હોય છે તેમાંય રાજકીય અગ્રણીઓ તો કાર્યકર્તાઓને એકત્ર કરે અને ભાષણ કરી સ્વપ્રચાર કરી ખોટી વાહવાહી મેળવવા માટે આયોજનો કરતાં હોય છે પરંતુ મોરબી જિલ્લાના કિશાન મોરચાના મંત્રી વાંકાનેર ભરવાડ પરામાં રહેતા બેઠી દડીના કાનાભાઈ ગમારા જાણે અલગ માટીના બનેલા છે. તેણે ખોટા ખર્ચા તેમજ દેખાવો અને દંભ દેખાડા કરવાના બદલે ગરીબ વસાહતના બાળકોને તેમજ સ્કુલના વિદ્યાર્થીઓને ભાવતા ભોજન કરાવાયા હતા એટલું જ નહીં પોતે દેવાધિદેવ મહાદેવમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હોય વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમ સાથે દિવસની શરૂઆત કરી હતી. બાદમાં નિત્ય કર્મ મુજબ ગાયને લીલો ઘાસચારો કૂતરાને રોટલા ખવડાવ્યા હતા…
વાંકાનેરમાં પુલદરવાજે જેની ચા પ્રખ્યાત છે અને પતાળિયા રોડ પર આવેલી રાધિકા ડેરી વાળાના પિતાશ્રી કાનાભાઈ ગમારા માલધારી સમાજના અગ્રણી હોવાની સાથે સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમાં યથાશક્તિ દાન આપી ધન્યતા અનુભવે છે તો તે રોજ સવારે સ્વખર્ચે ચોખા ઘી નો ઘરે બનાવેલો શીરો બનાવીને પત્ની ગંગાબેન સાથે સજોડે શહેરની સિવિલ હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતા મહિલાઓને શીરો ખવડાવવાનું ભગીરથ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે…
આજના તેમના જન્મ દિવસની ઉજવણી માટે બાળકોને તેમજ ગાય કૂતરાંની આંતરડી ઠારી સાચા અર્થમાં જન્મ દિવસને સાર્થક બનાવ્યો હતો. દિવસભર દેવદર્શન સાથે સાંજે કીડિયારું પૂરવાનું પણ ભૂખ્યા ન હતા તેથી જ શહેરમાં કોઈ પણ મહિલાને પ્રસુતિ માટે લાવવામાં આવે તો પ્રસુતાના પરિવારજનો કાનાભાઇને શિરા માટે અવશ્ય સંપર્ક કરે છે. શહેરની પ્રસુતિ કરાવતી હોસ્પિટલોમાં દરવાજા ઉપર જ કાનાભાઈએ શિરાના સંપર્ક માટે પોતાના નંબર જાહેર કરેલા છે. ખરેખર પ્રશંસનીય કામગીરી માટે શહેરીજનો તેમજ પંથકના લોકો કાનાભાઈનો આભાર વ્યક્ત કરે છે…