પુત્ર અવતરતા માનતા પૂરી કરી
વાંકાનેર: મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા) એ
તા. ૦૫/૦૩/૨૦૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરી અને
મહારાણા શ્રી કેશરીદેવસિંહજીના ઘરે તા. ૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારે રાજકુંવરશ્રીનો જન્મ થયો અને તે માનતા પૂરી કરવા માટે ગઈ કાલે જુનપીર બાવાની દરગાહ પર હાજરી આપી અને ચાદર પોસી કરી અને રાજકુંવરશ્રીના હકકમાં દુઆઓ માંગી હતી.
આ જુનપીર બાવાની દરગાહ પર તા. ૨૨/૦૨/૨૦૨૫ને શનિવારના રોજ માનતા પૂરી કરવા આવ્યા ત્યારે મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ), ડી. એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, માહમદ, હનીફ અને ખીજડીયા ગામના આગેવાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.
આ ચાદર પોસી બાદ મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ) એ આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ કરી હતી…