મંદિરના નવિનીકરણમાં રઘુવંશી સમાજને સોમવારે ઉમટી પડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાકલ
લોકવાયકા મુજબ આ પાવનભૂમી પર ઋષિ મુનીઓએ પણ તપસ્યાઓ કરી ચૂકયા છે ત્યાં આ જગ્યાને તપોભૂમી બનાવેલ છે
વાંકાનેર: વાંકાનેર ચોટીલા બાઉન્ડરી પાસે નિર્માણાધિન ‘શ્રી રામધામ’ (જાલીડા)ની પવિત્ર પાવનભૂમીમાં વર્ષો પુરાણું દેવાધી દેવની રામેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. આ રામેશ્વર મહાદેવ મંદીરનું નવિનીકરણ માટે આગામી તા.22ને સોમવારના રોજ મંદિરના ર્જીણોધ્ધાર તથા ખાતમુહૂર્ત કરવાનો નિર્ણય રામધામ ખાતે યોજાયેલ ટ્રસ્ટની મીટીંગમાં લેવામાં આવેલ છે.
તા.22ના રોજ સવારે 9 કલાકતી પુજા અર્ચના વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થશે. ઉપરોકત ધાર્મિકવિધી રાજકોટવાળા શાસ્ત્રી કૌશીકભાઈ તથા તેમની ટીમ દ્વારા કરાવવામાં આવશે, તેમ રામધામના અગ્રણી આગેવાન વિનુભાઈ કટારીયા દ્વારા જણાવાયું છે.
રામધામના સ્વપ્નદ્દષ્ટા અને રઘુવંશી સમાજના અગ્રણી વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા રામધામ ટ્રસ્ટ જાલીડાના ટ્રસ્ટીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વસતા તમામ રઘુવંશી પરીવારોને તા.22 ના રોજ શ્રી રામધામ જાલીડા ખાતે પરીવાર સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. ઉપરોકત કાર્યક્રમનું આયોજન થતા વાંકાનેર, રાજકોટ, મોરબી લોહાણા સમાજમાં દીવાળીના ઉત્સવ જેવો આનંદ જોવા મળી રહ્યો છે. રામધામ જાલીડાની પવિત્ર પાવન ભૂમી પર બિરાજમાન શ્રી રામેશ્વર મંદિર જે લોકવાયકા મુજબ આ પાવનભૂમી પર ઋષિ મુનીઓએ પણ તપસ્યાઓ કરી ચૂકયા છે ત્યાં આ ઉપરોકત જગ્યાને તપોભૂમી બનાવેલ છે.
રામધામની કુદરતી સુંદરતા છે. ચારે બાજુ હરીયાળી ડુંગરા, મોર, ચકલી, પોપટ સહિતના પક્ષીઓના કલરવ અને અદભૂત રમણીય વાતાવરણમાં શ્રીરામધામ નિર્માણ થશે. કાર્યક્રમમાં દુરદુરથી આવતા પરિવારો માટે રાત્રી રોકાણની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તા.22ના રોજ સવારે નવ વાગ્યે રામધામ ખાતે સવારે ચા-પાણી- નાસ્તો તથા કાર્યક્રમ પૂર્ણ થયે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ર્જીણોધ્ધાર તથા ખાતમુહૂર્ત પ્રસંગે સમસ્ત રઘુવંશી પરીવારોને સહ પરીવાર સાથે ઉપસ્થિત રહેવા રામધામ ટ્રસ્ટ જાલીડા તથા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વિનુભાઈ કટારીયાએ અનુરોધ કર્યો છે. આ પ્રસંગે હસુભાઈ ભગદેવ ખાસ ઉપસ્થિત રહેશે.