કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસર નજીક પૈસા બાબતે યુવાનનું અપહરણ

ધોકા-સૂઇયા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર: તાલુકાના લુણસરથી મનડાસર જવાના રસ્તા ઉપર સ્વિફ્ટ ગાડી લઈને જઈ રહેલા યુવાન સાથે રૂપિયાની લેતી જતી બાબતનું મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા કાર સાથે કાર અથડાવવામાં આવી હતી જેથી કરીને યુવાનની સ્વિફ્ટ ગાડીમાં નુકસાન કર્યું હતું અને ત્યારબાદ તે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે યુવાનને ધોકા વડે માર માર્યો હતો તેમજ સૂઇયા વડે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઇજા કરી હતી આટલું જ નહીં યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથીજાણવા મળતી માહિતી મુજબ થાન તાલુકાના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઈ ભુંડિયા જાતે ભરવાડ (35)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખોડા રણછોડભાઈ સેફાત્રા રહે. ખેતરડી તાલુકો હળવદ, ગોપાલ ઘેલાભાઈ સેફાત્રા રહે. ખેતરડી તાલુકો હળવદ અને મેલા હમીરભાઇ સેફાત્રા રહે ચુંપણી તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ખોડા સેફાત્રાએ પૈસાની લેતીદેતી બાબતે મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડી નંબર જીજે 13 એનએન 1529 લઈને લુણસરથી મનડાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર સોલાર પ્લાન્ટની પાસે આવ્યા હતા અને ત્યારે ત્યાંથી ફરિયાદી તેની સ્વીફ્ટ કાર નંબર જીજે 36 બી 8292 લઈને જતો હતો તે સમયે આરોપીઓએ તેની સ્કોર્પિયો ગાડી ફરિયાદીની ગાડી સાથે અથડાવી હતી અને ફરિયાદીની ગાડીમાં આગળના કાચ તથા બોનેટમાં નુકસાન થયું હતું અને ત્યાર બાદ ફરિયાદી યુવાનનું સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણેય શખ્સોએ અપહરણ કર્યું હતું અને તેને ધોકા વડે અને ઢીકાપાટુનો માળામારી હતો તેમજ સૂઇયા વડે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઇજા કરી હતી અને બાકી નીકળતા પૈસા પાછા મેળવવા માટે થઈને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!