કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-1

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે

ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું

દરજનપુરી ગોસાઇનો કોટડામાં મઠ હોવાનું મનાય છે, આ મઠને સાંતીની જમીન પણ અર્પણ કરાઇ હતી

કુંવર ભગવાનજીએ જુનાગઢના નવાબની મદદમાં યુધ્ધ કરતા જાલણસરના પાદરમાં કામ આવ્યા, જેથી જુનાગઢ નવાબે સેમરાજી જાડેજા ગામ ઇનામમાં આપેલા

કોટડાના માથાભારે એક સંધી અને બીજા ભરવાડને મારી નાખી કોટડામાં વસવાટ કરેલો, તે બેય માથાભારે માણસો પૈકી ભરવાડની ખાંભી કોટડામાં હીરાભાઇ કુંભારના ફળિયામાં અને સંધીની ખાંભી આંકડિયાના સિમાડે છે
હાલા (સંધી)નાકુટુંબ સાથે (જે હાલ સૌરાષ્ટ્રમાં દલપોત્રા નાત તરીકે ઓળખાય છે) બિલ।લશ।હ બાપુ પાકિસ્તાનથી આવેલારાજપૂત સમાજના એક દીકરીની વેલ માટે રસ્તામાં પાણી ખૂટી પડતા બિલાલશાહ બાપુએ વિરડો ગાળતા પાણી મળતા આશ્ચર્ય થયેલ, એમનો મઝાર શરીફ કોટડામાં છે

અત્યારે વાંકાનેર તાલુકામાં રહેલું કોટડા નાયાણી રાજ-રજવાડાના સમયમાં વાંકાનેર રાજના તાબે નહોતું, પણ ધોળરાજ હેઠળ હતું. ધ્રોળના ઠાકોર જેસંગજી ઉર્ફે દાદાભાઇને ખીરસરા કબજે કરવામાં ખૂબ મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં ઇનામમાં આપેલું, તેના તાબામાં દહીંસરા, મોડપર અને મેટોડા તો હતા જ, ચોથું ગામ કોટડા નાયાણી આવ્યું. કોટડાને વાંકાનેર, રાજકોટ અને મોરબી એમ ત્રણ રાજની હદ અડતી. 

ગજણજીને ત્રણ દીકરા હતા. જેમાંથી ત્રણેયને કોટડામાં ભાગ આપેલો. મોટા દીકરા ખાનજીને આ ગામમાં ચોથા ભાગની જમીન, બીજા નંબરના રાગમલજીને પાંચમો ભાગ અને સૌથી નાના સેમરાજને મળેલો ભાગ તેમણે રાજીખુશીથી જતો કરેલો, કારણ કે સેમરાજીના કુંવર ભગવાનજીએ જુનાગઢ ના નવાબની મદદમાં યુધ્ધ કરતા જાલણસરના પાદરમાં કામ આવ્યા, જેથી જુનાગઢના નવાબે સેમરાજીને ૩ ગામ ઇનામમાં આપેલા, જેથી કોટડાનો ભાગ જતો કર્યો. તેમના વંશ જ હાલ ભાખ (ઉપલેટા પાસે) રહે છે. 

આમ કોટડા ગજણજીના બે દીકરાના તાબામાં રહ્યું, જેમાંથી મોટા દીકરા ખાનજીએ કોટડામાં વસવાટ કરવા આવ્યા. બીજા દીકરા રણમલજી દરબારગઢમાં રહેણાંક કરવા મકાનનું ચણતર કામ કરતા અને જયારે તેમને ભાગમાં મળેલા મોડપરમાં જવાનું થતું તો થયેલું ચણતર કામ પાડી નાખતા. ભાયુ ભાયુના ઝઘડામાં મોટા દીકરાએ કોટડાના ત્યારના માથાભારે એક સંધી (કાતીયાર) અને બીજા ભરવાડ (ભાણાભાઇ રાતડીયા)નો સાથ લીધેલો, પણ બીજા દીકરાએ તે બેયને મારી નાખી કોટડામાં વસવાટ કરેલો. હાલ તે બેય માથાભારે માણસો પૈકી ભરવાડની ખાંભી કોટડામાં જ હીરાભાઇ કુંભારના ફળિયામાં અને સંધીની ખાંભી આંકડિયાના સિમાડે છે. 

કોટડાના તાલુકદારો ગાયકવાડ અને જુનાગઢ રાજને કર ભરતા. ત્યારે જે રાજ્યોનો તાબો સ્વિકારવો હોય, તે સ્વિકારી શકાતો. સીધું એજન્સીમાં ભળવું હોય તો તેની પણ છૂટ હતી. કોટડાએ અંગ્રેજ એજન્સીનો તાબો સ્વિકારેલો. 

કોટડામાં ગીરાસદારો બે હોવાથી બે દરબારગઢ બાંધવામાં આવેલા. એક દરબારગઢના બે કોઠાના અવશેષો હાલ છે. અહીં અઢારે આલમની વસ્તી હતી, મોટા ભાગે દરબારો અને લેઉવા પટેલની વસ્તી છે. સને ૧૮૯૧માં પ્રાથમિક શાળા શરૂ થયેલી, આથી શિક્ષણનું પ્રમાણ સારૂં છે 

ધાર્મિક સ્થળોઃ- 

વાંકાનેર હજુર કોર્ટ સને ૧૮૭૬ની નોંધ પ્રમાણે શાહબાવા અને તેના શિષ્યો મોતીશા, સાધુ વનમાળીદાસ અને હરપાળગર અતીત વાંકાનેરના જુના ગઢીયામાં ડુંગરની તળેટીમાં શાહનો વડ કહેવાય છે, ત્યાં મુકામ કર્યો હતો. શાહબાવાને અરણીટીબા અને વનમાળીદાસને ખીજડીયામાં; સ્થાપક સરતાનજીએ ગરાસ આપેલો, પણ દરજનપુરી ગોસાઇ કયાં ગયા, તેનો ઉલ્લેખ મળતો નથી. તેઓ કોટડા આવ્યા હોવા જોઇએ. ગજણજીના કોટડામાં આવ્યા પહેલાનો અહીં મઠ હોવાનું મનાય છે. આ મઠને ૪ સાંતીની જમીન પણ અર્પણ કરાઇ હતી.

ગામમાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો છે. અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે, જે જુના ગામના ઝાંપે ડેમી નદીના કાંઠે આવેલું છે. સને ૧૯૨૦માં પ્રખ્યાત સંત શ્રી રણછોડદાસજી બાપુએ મીતાણાવાળા શાસ્ત્રી વૃજલાલ અદા પાસેથી અહીં જનોઇ લીધેલી. આ મંદિરના પાછળના ભાગે બળદેવપરીનું સમાધિસ્થાન છે. તેમના બાદ શ્યામગીરી નામે આવેલા પુજારી પર ચારિત્રય હિનતાના આક્ષેપ થતા અને તેમને માઠું લાગતા પૌરૂષત્વ મીટાવી દઇ ગામ છોડી ચાલ્યા ગયેલા. બીજું જૂનું શિવાલય જુના ગામથી થોડે દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં નદીકાંઠે સ્મશાનની બાજુમાં છે, આ શિવાલયની જમણી બાજુ પાળિયાની હાર છે, આ પાળિયા કોના છે, તેનો કોઇ ઉલ્લેખ મળતો નથી. 

અહીં આવેલી મઢીમાં હનુમાનજી અનેં રણછોડદાસજી બાપુના શિખરબંધ મંદિરો જોડાજોડ આવેલા છે. આ મંદિરની બાજુમાં જાડેજા ગોવુભા વેરાભાઇએ મંદિરને દાન આપેલ છે. જાડેજા ધર્મેન્દ્રસિંહે તેમના પિતાશ્રી સ્વ. ભગવતસિંહ તખતસિંહના સ્મરાણાર્થે ચબૂતરો બનાવી આપેલ છે. ઇ.સ.૧૯૬૧માં રાજપૂત સમાજે શ્રી આશાપુરા માતાજીની વિધિવત મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરેલ, જે મંદિરની પુનઃપ્રતિષ્ઠાવિધિ તાઃ૨૦-૨-૧૯૯૭ના યોજવામાં આવેલ.

ગામના રામામંડળ દ્વારા જુના રામદેવજી મંદિરને મોટુ બનાવી તા: ૨૦-૪-૨૦૦૮ના પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિઓની કરવામાં આવેલ. આ સંકુલનું પ્રવેશદ્વાર જાડેજા ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહે તેમના ધર્મપત્નિ સ્વ. ધર્મિષ્ઠાબાની સ્મૃતિમાં બનાવેલ છે. રાજેન્દ્રસિંહ જનકસિંહ જાડેજાની સ્મૃતિમાં ચબૂતરો બનાવેલ છે. તેમ જ જાડેજા ઘનશ્યામસિંહ અમરસિંહ તરફથી ઝાડના ઓટા બંધાવી આપેલ છે. 

અહીં બિલાલશાહ બાપુની દરગાહ છે. ઇસ્લામ ધર્મમાં ફકીરીના ચાર પંથ છે. (૧) શાહમદાર (૨) રફાઇ (૩) બાનવા અને (૪) સોહરવર્દી. બિલાલશાહ બાપુ રફાઇ ખાનદાનમાંથી છે. એમના દાદા હઝરત અબુલ હસન રોઝાશા હાલ પાકિસ્તાન હૈદ્રાબાદ ચોક કિલ્લામાં મઝાર છે. આપ એ વખતે ઘાસના કુબામાં રહેતા, એ કુબો હજુ એ સ્થિતિમાં જ જોવા મળે છે. બિલાલશાહ બાપુ સિંધ પાકિસ્તાન હૈદ્રાબાદથી સને ૧૮૫૭થી પહેલા કોટડામાં આવેલા. તેમની સાથે બીજા ત્રણ સંતો સૈયદ પીર આહમદશાહ બાપુ ખોરાણામાં (મઝાર શરીફ: પરાપીપળીયા જામનગર રાજકોટ રોડ), સૈયદ કબીર મોહમ્મદ ડાડા જીવાપરમાં (મઝાર પણ ટંકારા પાસે જીવાપર) અને સૈયદ શાહમીયાં બાપુ ગવરીદડમાં (મઝાર પણ ગવરીદડ મોરબી રોડ) આવેલા છે. ઉપરાંત ઇતિહાસ મુજબ તેમની સાથે હાલા કુટુંબના ૬ ભાઇઓ પણ આવેલા, જે હાલ સૌરાષ્ટ્રમાં દલપોત્રા નાત તરીકે ઓળખાય છે 

બિલ।લશ।હ બાપુની રહેણીકરણી, સંસ્કાર, દરેક સાથે સદભાવપૂર્ણ વર્તન અને બંદગી જેવા ઉચ્ચ સદગુણોના કારણે રાજપૂત સમાજ સહિત બધા સમાજમાં આદરપૂર્વક માન મરતબો મેળવેલો. એ જમાનામાં વાહનો હતા નહિં, ત્યારે રાજપૂત સમાજના એક દીકરી પિયર રોકાયા બાદ સાસરે જાવાના સમયે વેલમાં બિલાલશાહ બાપુને મોકલવાનું નકકી થયું. રસ્તામાં પાણી ખૂટી પડતા વોંકળામાં વિરડો ગાળી પાણી મળવું અશકય હોવા છતાં ખુદા પર એતબાર રાખી બિલાલશાહ બાપુએ વિરડો ગાળતા પાણી મળતા આશ્ચર્ય થયેલ. આ પછી કોટડા રાજપૂત સમાજે આ બાપુ પાસે સેવા નહિં કરાવવાનો નિર્ણય કરાયો હતો. બિલાલશાહ બાપુનો જુના ગામમાં છીલ્લો છે અને કબ્રસ્તાનમાં મઝાર શરીફ  છે. (ક્રમશ🙂 નઝરૂદીન બાદી.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!