કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આધારકાર્ડની સાથે જમીનનો સરવે નંબર કરાશે લીંક

ખેડૂતોને થશે મોટો લાભ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ‘ફાર્મર રજીસ્ટ્રી* અભિગમ દ્વારા આધારકાર્ડ સાથે તમારી જમીનના સર્વે નંબરથી જમીન લીંક કરવામાં આવશે અને સરકાર તરફથી ૧૧ ડીજીટનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે ડિજિટલ ઓળખ હશે…
ખેડૂતોને થશે મોટો લાભ

આ નંબર દ્વારા જમીનની વિગતો, પાકની વિગતો વગેરે ચકાસી શકાશે. તેમજ બજારભાવો પણ જાણી શકાશે. કિસાન ક્રેડીટ કાર્ડ અંતર્ગત ધિરાણમાં પણ સરળતા રહેશે. ખેતીવાડી/બાગાયતી/પશુપાલન યોજનાઓની માહિતી પણ સરળતાથી મેળવી શકાશે અને ફોર્મ ભરવામાં સરળતા રહેશે. ANYRORમાં સુધારાની માહિતી અપડેટ થશે વગેરે જેવા કામોમાં ઉપયોગી થશે.
સરકારી યોજનાનો મળશે લાભ

આ રજીસ્ટ્રી દ્વારા રાજ્ય સરકારની યોજનાઓ ભારત સરકારની યોજનાઓ સાથે લિંક હશે. જેમ કે, પીએમ કિસાન યોજના, આઈ ખેડુત, PMFBY, કિસાન ક્રેડીટ કાર્ડ વગેરે. આ યોજના દ્વારા સરકારશ્રીને યોજનાઓનું આયોજન અને લાભાર્થીઓને ચકાસણી કરવામાં સરળતા રહેશે. કૃષિ પેદાશોની વેચાણ અને વ્યવસ્થા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, યોજનાઓની સલાહ સુચન અને જાણકારી મેળવવા વગેરેમાં ઉપયોગી થશે.
રેકર્ડની ચકાસણી કરી નોંધણી કરવાની રહેશેફાર્મર રજીસ્ટ્રી વન ટાઈમ લાઈફ ટાઈમ એટલે જીવનમાં એક જ વખત કરવાનું રહેશે. તે વારંવાર કરવાનું રહેશે નહીં. નોંધણી વખતે ખેડૂતનાં આધારકાર્ડ, આધાર કાર્ડ સાથે લિક મોબાઈલ નંબર અને ૭-૧૨ અને ૮અ નાં રેકર્ડની ચકાસણી કરી નોંધણી કરવાની રહેશે. પીએમ કિસાનના લાભાર્થીઓને તા. ૨૫.૧૧.૨૦૨૪ સુધીમાં અને એ સિવાય અન્ય ખેડૂતોએ તા. ૩૧.૦૩.૨૦૨૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત આધાર કાર્ડ સાથે જરૂરી જમીન લીંક કરવાની રહેશે. જે ગામની જમીન હોય તેઓએ તે ગામના વીસી પાસે જરૂરી વિગતો સાથે અથવા જો ખેડૂત જાતે પણ https://gifr.agristack.gov.in પોર્ટસ ઉપર નોંધણી કરી શકે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!