વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા આજ 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન ’સ્વચ્છતા હી સેવા અભિયાન: 2024’ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ સ્વચ્છતા અભિયાન આજથી શરુ થયેલું 2જી ઓક્ટોબર સુધી ચાલશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. જડેશ્વર રોડ સ્થિત નાગાબાવાજીના મંદિર પાસે યોજાયેલ આ સંભારંભમાં ચીફ ઓફિસરશ્રી સરૈયા, ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, પરેશભાઈ મઢવી, રમેશભાઈ વોરા, મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલનો અને નગરપાલિકાનો સ્ટાફ અને પત્રકારો હાજર રહ્યા હતા…



શહેરની સફાઈ માત્ર સરકારી જવાબદારી નથી, લોકોએ પણ જાગૃતિ દાખવવી જોઈએ, તો જ આવા અભિયાનોનું સારું પરિણામ મળી શકે. જ્યાં ત્યાં કચરો ફેંકવાની લોકોની આદત બદલાય એ માટે બાળાઓએ નાટિકા રજૂ કરી હતી. ઉપરાંત દેશભક્તિના ગીતો પર રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો ખાસ આકર્ષણનું કેન્દ્ર હતા. ધારાસભ્ય અને ચીફ ઓફિસરે ખુદ સાવરણો ઉપાડી સફાઈ કરી હતી…
આ તકે એક પેડ માં કે નામ અંતર્ગત ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું..



