વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લા કાર્યાલય ખાતે વાંકાનેર તાલુકા અખીલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ કાનજીભાઈ દિનેશભાઇ ગોરીયા અને ચુવાળીયા કોળી સમાજના યુવા આગેવાન અને સામાજિક કાર્યકર જયંતિભાઈ ઘોઘાભાઈ ઉધરેજા આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા.



આ દરમ્યાન મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા યુવા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ વાળા, વાંકાનેર તાલુકા પ્રમુખ અહમદભાઈ હસનભાઈ (હાજી સાહેબ), વાંકાનેર ટીમ અને મોરબી જિલ્લા યુવા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
