ભાજપની જીતમાં શહેરી મતદાનની ઊંચી ટકાવારી મહત્વનો ભાગ ભજવે છે
- ગયા વખતે વાંકાનેર તાલુકાના ગામડાનું મતદાન 80.53 ટકા, વાંકાનેર શહેરનું 73.81 ટકા અને રાજકોટ તાલુકા ગામડાનું મતદાન 65.76 ટકા થયું હતું. વાંકાનેર તાલુકાના 100 ગામડા અને રાજકોટ તાલુકાના 50 ગામડાઓનો સમાવેશ થતો હતો. બુથ સંખ્યા ગયા વખતે 309 હતી, આ વખતે 306 છે. મતદારો ગયા વખતે 1,81,922 હતા, આ વખતે 306 છે. 2.81.413 આ વખતે છે.
- ગયા વખતે વાંકાનેર તાલુકાના 100 ગામડાઓમાથી જાવીદ બાવાને 46,488 મત અને જીતુ સોમાણીને મત 29,591 તથા અપક્ષ ગોરધન સરવૈયાને 18,036 મતો મળ્યા હતા. આમ વાંકાનેર તાલુકાના 100 ગામડામાં કોંગ્રેસને 16,897 મત ની લીડ મળી હતી.
- ગયા વખતે વાંકાનેર શહેરમાથી જાવીદ બાવાને 5,552 મત અને જીતુ સોમાણીને મત 14.997 તથા અપક્ષ ગોરધન સરવૈયાને 757 મતો મળ્યા હતા. આમ વાંકાનેર શહેરમાથી ભાજપને 14,475 મત ની લીડ મળી હતી.
- ગયા વખતે રાજકોટ તાલુકા 50 ગામડાઓમાથી જાવીદ બાવાને 19,941 મત અને જીતુ સોમાણીને મત 26.145 તથા અપક્ષ ગોરધન સરવૈયાને 6620 મતો મળ્યા હતા. આમ રાજકોટ તાલુકામાથી ભાજપને 6,204 મત ની લીડ મળી હતી.
- ગયા વખતે પોસ્ટેલ મત જાવીદ બાવાને 607 અને જીતુ સોમાણીને 494 તથા અપક્ષ ગોરધન સરવૈયાને 00 મતો મળ્યા હતા. આમ પોસ્ટેલ મતમા કોંગ્રેસને 113 મતની લીડ મળી હતી.
- ઇતિહાસ સાક્ષી છે કે 1990માં અમિયલભાઈની જીતમાં ગંગારામ ટપુ, 1995માં પોપટભાઈ જીંજરિયાની જીતમા મીર સાહેબ, 1998માં મીર સાહેબની જીતમાં જીતુ સોમાણી, 2007માં જાવીદ બાવાની જીતમાં હરદેવસિંહ અને દેવરાજ ધોરીયા, 2012માં પરસોતમ બાવરવા અને 2017 ગોરધનભાઈ સરવૈયાની ઉમેદવારીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ બધા અપક્ષ લડ્યા હતા.
- ધારાસભા મતવિસ્તારમાં ભલે કોળી અને મોમીન સમાજના મતો વધુ હોય, પરંતુ રાજકીય પક્ષોના ટેકા વિના કોઈ અપક્ષ અત્યાર સુધી ચૂંટાઈ શક્યો નથી. બીજાને હરાવી જરૂર શક્યા છે. અપક્ષો માટે ચાર આંકડામાં પહોંચવું પણ બહુ અઘરું થઈ પડતું હોય છે. અપક્ષમાં સારો દેખાવ કરનાર ઉમેદવારને ત્યાર પછીની ચૂંટણીમાં કોઈપણ પક્ષ ટિકિટ આપવા માટે વિચારે છે. 1995મા લડેલા મીર સાહેબને 25,431 મત મળતા ત્યાર પછી 1998મા કોંગ્રેસની અને 1998મા લડેલા સોમાણીને 25,580 મત મળતા અને પોતીકા સમાજના મતો થોડા હોવા છતાં બહોળા મત મેળવનાર જીતુ સોમાણી ની પીઠ થાબડીને ત્યાર પછી 2002મા ભાજપની મળેલી ટિકિટ તેનું ઉદાહરણ છે.
- ગત ચૂંટણીમાં મેદાનમાં ઊભા રહેલા મુસ્લિમ ઉમેદવારો 6 પૈકી કોંગ્રેસ સિવાયના બીજા મુસ્લિમોને બધા મળીને 7800 જેટલા મતો મળ્યા હતા, જે કોંગ્રેસને મળેલા મતના 10.75 ટકા થાય છે. આ વખતે એક પણ મોમીન ઉમેદવાર મેદાનમાં નથી.
- સોમાણી અને અને પીરઝાદા પરિવાર વચ્ચે આ છઠ્ઠો મુકાબલો છે. આ અગાઉ 1998, 2002, 2007, 2012, 2017મા ચૂંટણીમાં સામસામા ટકરાઇ ચૂક્યા છે. આમ 24 વર્ષથી આ હરીફાઈ ચાલુ રહી છે.
- વાંકાનેર તાલુકાના 100 ગામડાઓમાથી જાવીદ બાવાને સામેના બે ઉમેદવારો પૈકી આ મુજબના 48 ગામડાઓમાંથી લીડ મળેલ હતી.
- પંચાસીયા (2) માટેલ (3) રાતાવીરડા (4) સરતાનપર (5) ભીમગૂડા (6) જામસર (7) વીડી જાંબુડિયા (8) રાજગઢ (9) સરધારકા (10) પલાંસડી (11) વિઠ્ઠલપર (12) આણંદપર (13) ભોજપરા (14) જેતપરડા (15) રાણેકપર (16) વાંકિયા (17) રાતીદેવરી (18) પંચાસર (19) કેરાળા (20) લાલપર (21) ચંદ્રપુર (22) કોઠારીયા (23) તીથવા (24) અરણીટીંબા (25) પાંચદ્વારકા (26) અમરસર (27) પીપળીયારાજ (28) વાલાસણ (29) સિંધાવદર (30) વીડી ભોજપરા (31) પ્રતાપગઢ (32) રાજાવડલા (33) પાજ (34) રસીક્ગઢ (35) દલડી (36) દીઘલીયા (37) કાનપર (38) કોઠી (39) જોધપર (40) લિંબાળા (41) ખીજડીયા (42) કણકોટ (43) જુની કલાવડી (44) નવી કલાવડી (45) પીપરડી (46) મહીકા (47) ગારીડા (48) સમઢીયાળા
- રાજકીય વિશ્લેષકો માટે એક આશ્ચર્યજનક રીતે રાજકોટ તાલુકાના 50 ગામડાઓમાથી જાવીદ બાવાને સામેના બે ઉમેદવારો પૈકી આ મુજબના 16 ગામડાઓમાંથી લીડ મળેલ હતી.
- ખોરાણા (2) સણોસરા (3) નાગલપર (4) નાકરાવાડી (5) માલીયાસણ (6) મઘરવાડા (7) અમરગઢ (8) બેડલા (9) જામગઢ (10) બારવણ (11) ખેરડી (12) ઠેબચડા (13) ડેરોઈ (14) રોણકી (15) વાજડીગઢ (16) વેજાગામ
- વાંકાનેર તાલુકાના 100 ગામડાઓમાથી સામેના બે ઉમેદવારો પૈકી જીતુ સોમાણીને આ મુજબના 27 ગામડાઓમાંથી લીડ મળેલ હતી.
- ભાયાતી જાંબુડિયા (2) વિરપર (3) સમથેરવા (4) ઓળ (5) વરડુસર (6) મકતાનપર (7) નાગલપર (8) લુણસર (9) પલાંસ (10) ભેરડા (11) દેરાળા (12) પાડધરા (13) જાલી (14) વઘાસીયા (15) લુણસરીયા (16) બોકડથંભા (17) ધમલપર (18) હસનપર (19) કોટડાનાયાણી (20) પીપળીયા અગાભી (21) ખેરવા (22) ઘીયાવડ (23) વણઝારા (24) જાલસીકા (25) વસુંધરા (26) જાલીડા (27) રંગપર
- રાજકોટ તાલુકાના 50 ગામડાઓમાથી સામેના બે ઉમેદવારો પૈકી જીતુ સોમાણીને આ મુજબના 24 ગામડાઓમાંથી લીડ મળેલ હતી. (1) જાળીયા (2) ખીજડીયા (3) હડમતીયા (બેડી) (4) બેડી (5) પીપળીયા (6) રાણપુર (7) કુવાડવા (8) ધમલપર (9) આણંદપર (10) ગુંદા (11) સાયપર (12) તરઘડીયા (13) અમરગઢ (14) રફાળા (15) ગઢકા (16) મહીકા (17) ફાડદંગ (18) રતનપર (19) રાજગઢ (20) ગવરીદડ (21) પરા પીપળીયા (22) મનહરપુર (23) માધાપર (24) ઘંટેશ્વર.
- વાંકાનેર તાલુકાના 100 ગામડાઓમાથી સામેના બે ઉમેદવારો પૈકી ગોરધનભાઈ સરવૈયાને આ મુજબના 23 ગામડાઓમાંથી લીડ મળેલ હતી. (1) ઢુવા (2) લાકડધાર(3) ચિત્રાખડા (4) ગાંગીયાવદર (5) રાજસ્થળી (6) કાછીયાગાળા (7) ખાનપર (8) શેખરડી (9) ચાંચડીયા (10) કાશીપર (11) ગારીયા (12) હોલમઢ (13) રાતડીયા (14) ગુંદાખડા (15) મેસરીયા (16) અદેપર (17) સતાપર (18) વિનયગઢ-વિઠ્ઠલગઢ (19) તરકીયા (20) ઠીકરીયાળા (21) જેપુર (22) રૂપાવટી (23) ખખાણા
- રાજકોટ તાલુકાના 50 ગામડાઓમાથી સામેના બે ઉમેદવારો પૈકી ગોરધનભાઈ સરવૈયાને આ મુજબના 11 ગામડાઓમાંથી લીડ મળેલ હતી. (1) સૂર્યા રામપરા (2) વાંકવડ (3) જીયાણા (4) સાતડા (5) હીરાસર (6) રામપરા (બેટી) (7) કુચીયાદડ (8) સોખડા (9) પારેવડા (10) ચાચડીયા (11) મેસવડા.