હાઇવે પર શાકભાજી વેચીને પરત ઘરે જતા ઘટેલી ઘટના
વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામના એક મહિલા મોરબી ચોટીલા હાઇવે પરથી શાકભાજી વેચીને પરત ઘરે જવા માટે નિકળેલ હતી ત્યારે લિંબાળા ધાર પાસે પાછળથી એક મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા પગમાં ફેક્ચર થઇ ગયું છે….

જાણવા મળ્યા મુજબ લીંબાળા ગામના શાકભાજી વેચતા રૂકશાનાબેન શાહબુદિનભાઈ કડીવાર (ઉ.વ.૩૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરી છે અને મારા પતિ શાહબુદિનભાઈ ખેતીકામ કરે છે તા.૦૫/૦૨/૨૦૨૬ ના રોજ ટોપલામાં લિંબાળા ધાર પાસે રોડની સાઇડમાં શાકભાજી વેચીને પરત મારા ઘરે જવા માટે ચાલીને જતી હતી ત્યારે અનમોલ સિમેન્ટના કારખાનાની પાસે પાછળથી 

એક મોટરસાયકલ ચાલક પોતાનુ મોટરસાયકલ રજી.નં.GJ-36-A N-5281 લઇને ફુલસ્પીડે આવીને ઠોકર મારતા મને ડાબા પગે તથા શરીરે ઇજા થયેલ હતી અને મારા પતિને જાણ થતા તે પણ આવી ગયેલ અને ત્યાં અમારા સંબંધી અમીયલભાઇ હાજર હતા તેઓએ ૧૦૮ એમ્બુલન્સ બોલાવતા વાંકાનેર પીરમશાયખ હોસ્પીટલ ખાતે લઈ ગયેલ મને ડાબા પગમા ઢીચણથી નિચે ફેક્ચર થતા ઓપરેશન કરાવવાનુ ડોકટરે જણાવતા બીજે દિવસે ઓપરેશન કરાવેલ હતું, પોલીસ ખાતાએ મહિલાની ફરિયાદ લખી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
