તૂર્તમાં વટહુકમ આવશે
ગાંધીનગર: દારૂબંધીની નીતિ ધરાવતાં ગુજરાતમાં શરાબની રેલમછેલ હોવાનું જગજાહેર છે. કરોડો રૂપિયાના દારૂ પકડાય છે. દારૂબંધીની કડક નીતિ અપનાવવા છતાં દુષણ અટકતું નથી, રાજય સરકારે હવે વધુ આકરી કાનુની જોગવાઈ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હોય તેમ દારૂ સાથે પકડાતા
વાહનોની હરરાજી કરીને નાણાં સરકારી તિજોરીમાં જમા લઈ લેવામાં આવશે. આ કેસોમાં આખરી અદાલતી આદેશ પૂર્વે જ આ પ્રકારની કાર્યવાહી શકય બને તે માટે તુર્તમાં વટહુકમ બહાર પાડવાની તૈયારી કરવામાં આવી છે. દારૂબંધી કાયદામાં સુધારાને મુસદો વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન સરકારે તૈયાર કરી
જ લીધો હતો અને બજેટ સત્રમાં રજુ થઈ શકતો નથી. રાજય સરકારનાં માહીતગાર સુત્રોએ જણાવ્યું છે કે વિધાનસભા સચીવાલયને અગાઉ સોંપાયેલા મુસદામાં થોડા મામુલી ફેરફારો કરવામાં આવે તેવી શકયતા છે. દારૂબંધી કાયદામાં સૂચિત સુધારા વટહુકમ સ્વરૂપે જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત નશાબંધી કાયદા 1949 ની વર્તમાન જોગવાઈ પ્રમાણે અફીણના ડોડવાથી માંડીને નશાયુકત ચીજો લઈ જતાં વાહનો પકડાય તો અદાલતનાં અંતિમ ચૂકાદા સુધી તે છોડી
શકાતા નથી. આ જોગવાઈને કારણે કોર્ટનાં ચુકાદા સુધી વાહનો માલીકને આપી શકાતા નથી. પોલીસ સ્ટેશન કે કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકાયેલ રહે છે અને અદાલતી આદેશ આવતા સુધીમાં ભંગાર બની જાય છે આ સ્થિતિ નિવારવા માટે રાજય સરકારે કાયદાની પેટા કલમ 2 માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
કોર્ટનાં અંતિમ ચુકાદા પૂર્વે જ વાહનોની હરરાજી કરવાની સુધારા જોગવાઈ કરવામાં આવશે. રાજય સરકારના સુત્રોએ કહ્યું કે હટહુકમ જારી થઈ ગયા બાદ દારૂની હેરાફેરીમાં સામેલ વાહનોની હરરાજી કરવાનું શકય બનશે નિર્ધારીત સમયમાં તબકકાવાર કાર્યવાહી થશે. હરરાજીમાંથી મળનારા નાણાં સરકારી તિજોરીમાં જમા લેવાશે.
હથિયાર સાથે:
લાકડધાર તળાવ પાસે રહેતા હરજી ભનુભાઈ માથાસુરીયા પાસેથી લાકડાનો ધોકો મળી આવતા પોલીસ કાર્યવાહી