વાંકાનેર શહેરના પતાળિયા નાલા પાસેથી સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમિત ઉર્ફે હમિદ હનીફભાઈ બ્લોચ ઉ.27નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
અન્ય બનાવમાં મફતીયાપરામાં આરોપી માલદેવભાઈ ઉર્ફે અર્જુનભાઈ દેવાભાઈ મુંધવા ગાયત્રીનગર રોડની સામે રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. ભેરડામાં આરોપી રમેશભાઇ મોહનભાઇ રોજાસરા ભેરડા ગામના બસ સ્ટેન્ડ પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.