ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. વાંકાનેર માટે પ્રાંત અધીકારીશ્રી, તાલુકા સેવા સદન, વાંકાનેરને ચૂંટણી અધિકારી તરીકે અને મામલતદારશ્રી, તાલુકા સેવા સદન, વાંકાનેરને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નીમ્યા છે.
ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ વેગવંતી થઈ છે. માહિતી અનુસાર, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. માહિતી અનુસાર, ચૂંટણી પંચે 94 ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. રાજ્ય ચૂંટણી પંચે અગાઉ બેઠકનાં સિમાંકન તથા રોટેશન જાહેર કર્યા હતા.
થોડા દિવસ પહેલા જ રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠક નિશ્ચિત થઈ શકે છે. જ્યારે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર- જાન્યુઆરી મહિનામાં યોજાય તેવી સંભાવનાઓ છે…