કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચંદ્રપુરમાં પાઇપથી માર માર્યાની ફરિયાદ

આંબેડકરનગરમાં છુટ્ટી ઇંટો મારી પગમાં ઈજા કરી

સમજાવવા જનારને ખેંચીને ઘરમાં લઇ ગયા

લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં

એક આરોપી પોલીસ લોકઅપ પાસે પીધેલ પકડાયો

વાંકાનેર: શહેરમાં લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં આવ્યું છે, ત્રણ દિવસમાં ત્રીજી ફરિયાદમાં આંબેડકરનગરનું નામ આવેલ છે, બનેલ બનાવમાં ત્રણ જણાએ આઘેડને છુટ્ટી ઇંટો મારી બન્ને પગમાં ઈજા કરતા એમની દિકરી અને પત્ની આરોપીના ઘરે સમજાવવા જતા ખેંચીને ઘરમાં લઇ જઈ માર મારી જમણા ખભામાં ઇજા કરવાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મહાવિરનગર સોસાયટીમાં રહેતા જયાબેન મનુભાઇ સોલંકી (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં બે દિકરા તથા એક દિકરી છે. ગઈ તા. ૧૧/૧૧/૨૦૨૫ રોજ સવારે મારા દેર અમૃતભાઈનો ફોન આવેલ કે “તમારા પતિ મનુભાઈ, તમારા દિકરા મહેશ તથા પ્રકાશને આંબેડકરનગર શેરી નં 3 માં રહેતા અરવિંદભાઈ તથા તેના દિકરા જીતેશ અને તેની દિકરી વૈસાલીએ

અમારી ઉપર છુટ્ટી ઇંટોના ઘા કરતા મને પગમાં ઇટુ વાગતા અમે સરકારી દવાખાને વાંકાનેર જઈએ છીએ” આમ વાત કરતા હું તથા મારી દિકરી સીતલ આંબેડકનગરમાં અરવિંદભાઈના ઘરે પહોંચેલ અને આ અરવિંદભાઈને કહેલ કે ‘તમે કેમ અમારા પરીવાર સાથે ઝગડો કરો છો?’ આથી અરવિંદભાઈ મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગતા મેં ગાળો બોલવાની ના પાડતા આ અરવિંદભાઇનો દિકરો જીતેશ અનેવાંકાનેરમાં આવતી કાલે "હેપી હોમ"નું ભવ્ય ઉદઘાટન

પછી દિકરીઓ વૈસાલીબેન તથા હેતલબેન આવેલ અને મને તથા મારી દિકરી સીતલને વૈસાલીએ ખેંચીને ઘરમાં લઈ ગયેલ અને ઢીકાપાટુ મારવા લાગેલ ત્યારે આ અરવિંદભાઈનો ભાઈ ભવાનભાઈ રૂપાભાઈ સોલંકી તથા તેનો દિકરો નીલેશભાઇ ભવાનભાઈ સોલંકી આવેલ તે પણ ગાળો દેવા લાગેલ હતા
આજુબાજુના માણસો ભેગા થઈ જતા અમને વધુ માર મારવાથી બચાવેલ હતા અને ત્યારે આ જીતેશે કહેલ કે ‘હવે બીજીવાર અમારા ઘર બાજુ આવશો તો તમને જાનથી મારી નાખીશ’ બાદ મને જમણા હાથના ખંભા પાસે ઇજા થયેલ હોય મારી દિકરી સીતલ મને વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવામાં લઈ ગયેલ હતી આજ રોજ મારા દિકરા મહેશ સાથે ફરીયાદ કરવા આવેલ છું પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ-૧૧૫(૨),૧૨૫,૩૫૧(૨),૩૫૨, ૫૪, નોંધેલ છે આરોપીઓના નામ નીચે મુજબ છે….(1) અરવિંદભાઈ રૂપાભાઈ સોલંકી
(2) જીતેશભાઈ અરવિંદભાઈ સોલંકી
(3) વૈસાલીબેન
(4) હેતલબેન
(5) ભવાનભાઈ રૂપાભાઈ સોલંકી
(6) નીલેશભાઈ ભવાનભાઈ સોલંકી
પીધેલ પકડાયો
અરવિંદભાઈ રૂપાભાઈ સોલંકી ઉપર પોલીસ સ્ટેશન લોકઅપ પાસે નશો કરવાનો અલગથી પોલીસે ગુન્હો નોંધેલ છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!