આપણું વાંકાનેર ગ્રુપ મીડિયા પાર્ટનરની સેવા આપશે, તમામ મેચોનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ
વાંકાનેર : વાંકાનેર દાઉદી વ્હોરા લૂકમાની યંગ ગ્રુપ દ્વારા આવતીકાલથી વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લુકમાની કપ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 18 અને 19 જાન્યુઆરીના રોજ બે દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવનાર છે.
આ ટુર્નામેન્ટમાં દાઉદી વ્હોરા સમાજની સૌરાષ્ટ્ર કચ્છની કુલ 8 ટીમ જેમાં વાંકાનેરની લુકમાની લાયન્સ, જામનગરની અલમદાર આર્મી, પિસાવાડાની હૈદરી ઇલેવન, કચ્છની અલમદાર ઇલેવન, રાજકોટની હુતૈબ ઇલેવન, મોરબીની m રાજ ઇલેવન, અમદાવાદની અમદાવાદ ઇલેવન, ધોળકાની ઇમાદી ઇલેવન ભાગ લેશે તથા સેમી ફાઈનલ અને ફાઇનલ સહિત ટુર્નામેન્ટમાં કુલ 15 મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે આપણું વાંકાનેર ગ્રુપ લુકમાની કપ 2025 માટે મીડિયા પાર્ટનરની સેવા આપી રહ્યુ છે. એ સિવાય સમગ્ર ટુર્નામેન્ટનાં તમામ મેચનું GTC (ગુજરાત ટેનિસ ક્રિકેટ) યુટ્યુબ ચેનલ પ્રસારણ કરવામાં આવશે….