કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તરણેતરના મેળામાં પશુ પ્રદર્શનમાં લુણસરનો સાંઢ બીજો નંબરે

યુવરાજસિંહ પરમારને 40 હજાર રૂપિયા રોકડ ઈનામ

વાંકાનેર : થાન તાલુકાના તરણેતર ગામે યોજાતા સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી પશુ પ્રદર્શન હરિફાઈમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના સાંઢે બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે…

લુણસર ગામના પશુપાલક યુવરાજસિંહ પરમારે તરણેતરના મેળામાં પશુ પ્રદર્શનમાં પોતના સાંઢ સાથે ભાગ લીધો હતો. જેમાં ગીર સાંઢનો ગુજરાત રાજ્યમાં બીજો નંબર આવ્યો છે. લુણસરનો આ પરમાર પરિવાર 65 વર્ષથી પશુપાલન કરે છે. વર્ષ 2009, 2010, 2012, 2017, 2019માં તરણેતરના મેળામાં તેમના સાંઢનો પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારે આ વર્ષે બીજો નંબર આવ્યો છે જે બદલ પશુપાલક યુવરાજસિંહ પરમારને ગુજરાત પશુપાલન ખાતા દ્વારા પમાણપત્ર અને 40 હજાર રૂપિયા રોકડ ઈનામ આપવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!