વાંકાનેરના ફાલ્ગુનીબેન ધરોડીયાએ માસ્ટર્સની ડિગ્રી મેળવી
વાંકાનેર: અહીંના ફાલ્ગુનીબેન ધરોડિયાએ તાજેતરમાં અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી ડબલ ગ્રજ્યુએટ થયા છે. આ સફળતાનો શ્રેય તેઓ પરિવારજનોને આપે છે. આ સિદ્ધિ બદલ તેઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
વાંકાનેરના ફાલ્ગુનીબેન ધરોડિયા વરિયા પ્રજાપતિ સમાજના પ્રથમ કમ્પ્યુટર એન્જીનીયર હતા અને અત્યારે ફોરચુંન ફાઈવ (યુનાઇટેડ હેલ્થગ્રૂપ) કંપનીમાં
પ્રોવાઇડર ડેટા મેનેજર તરીકે ફરજ બજાવે છે. ફાલ્ગુનીબેન ફુલ ટાઈમ જોબ સાથે બે બાળકો પણ ઉછેરી રહ્યા છે અને અભ્યાસ ચાલુ રાખ્યો છે. તેઓ 1997માં એસ. એસ. સી. (ધોરણ 10)ની બોર્ડ પરીક્ષામાં વાંકાનેર સેંટર ફર્સ્ટ આવ્યા હતા. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ એન્જિનિરીંગ કોલેજમાંથી કમ્પ્યુટર
એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને લગ્ન પછી છેલ્લા 17 વરસથી USA માં રહે છે. તેમણે 2014માં અમેરિકાની લુઇસિયાના ટેક યુનિવર્સિટીમાંથી પરફેક્ટ GPA (4.0/4.0) સાથે “હેલ્થ ઇન્ફર્મેટિક્સ”ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. માર્ચ 2024માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની એકસટેન્શન સ્કૂલમાંથી “મૅનેજમેન્ટ” ડિગ્રી પૂર્ણ
કરી છે ત્યારે ફાલ્ગુનીબેન તેમની સફળતાનો શ્રેય માતા- પિતા ભાવનાબેન ઠાકરશીભાઈ ધરોડિયા અને પતિ અર્પણકુમાર રામુભાઇ ગુર્જરને આપે છે.