આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે
આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ
વાંકાનેર: તાલુકાના મહિકામાં બનેલ આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ કરાઈ છે. રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનો કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ 23), વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ 20) અને યશ હરિભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ 18) એ ઝેર પીધું હતું, જેમાં 



એક યુવકનું મોત નીપજ્યું છે. બીજા બે સારવારમાં છે. હવે આરોપી ન પકડાય અને કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે તેવી જાહેરાત સાથે ધરણા કરાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર કોળી સમાજના આગેવાનો, પરિવારના લોકો ધરણા પર બેસી ગયા હતા. ઉપરાંત આરોપીઓને પકડવા માંગ કરી હતી. જાણવા મળ્યા મુજબ આરોપીમાં ગોબરભાઈ, ભરત વિઠ્ઠલભાઈ ચાવડા, અને સર્કલ ઓફિસના ઝાલા નામના વ્યક્તિ આમાં સંડોવાયેલ હોય, તેની તુરંત અટકાયત કરવા માંગ કરાઈ છે…

