કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાંત્રીક વિધીથી રૂપિયા બનાવવાની લાલચ આપનાર ઝડપાયો

વાંકાનેરના ખોજા શખ્સ પર ૧૦ લાખ જેટલી રકમ પડાવવવાનો આક્ષેપ

જામનગર: એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા…

જામનગર જીલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન એક વર્ષ પૂર્વે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો દાખલ થયેલ હતો, તે ગુન્હામાં અમદાવાદ તથા જુનાગઢના આશરે ચાર થી પાંચ ઇસમોએ જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ખેડુત પરીવારને વિશ્વાસમાં લઇ તાંત્રીક વિધીથી રૂપીયા બનાવી દેવાનો ડેમો બતાવી ફરીયાદી પાસેથી કટકે કટકે આંગડીયા પેઢી મારફતે આશરે ૧૦ લાખ જેટલી રકમ પડાવી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કર્યા અંગે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ થયેલ, જેમાં આરોપી બરકતઅલી પ્યારઅલી પંજવાણીને ખાનગીરાહે મળેલ બાતમી હકિકત આધારે વાંકાનેર ખાતેથી પકડી પાડી આરોપીને શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે…

આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ. આઇ. ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, તથા ભરતભાઈ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકભાઇ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ નિર્મળસિંહ જાડેજા તથા બળવતસિંહ પરમારનાઓ દ્રારા કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!